મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લંડનમાં એક ભારતીય મૂળના હેકર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કરાયો હતો કે ભારતીય ઈવીએમમાં હેકીંગ થઈ શકે છે. 2014ની લોકસભા અને 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેણે ઈવીએમ હેક કર્યા હતા. તેના માટે ભારતીય રાજનૈતિક દળોના નેતાઓનો સંપર્ક કર્યો હતો. હેકરે ઈવીએમ ટ્રાંસમીટર મુજબ કથિત હેકિંગનો દાવો કર્યો હતો. ઈવીએમ હેકિંગ અંગે ભારતીય મૂળના હેકરે કરેલા કથિત દાવાને ભારતિય ચૂંટણી પંચના મુખ્ય ટેક્નીકલ એક્સપર્ટ ડો. રજત મૂનાએ ફગાવી દીધો છે. તેમમે કહ્યું કે આવીએમ મશીનો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ શક્ય જ નથી. આ મશીન ટેમ્પર પ્રુફ છે. તેમણે એનડીટીવી સાથેની ખાસ વાતચિતમાં કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એવી સ્ટેન્ડ અલોન મશીન છે જેમાં કોઈ પ્રકારના વાયરલેસ સંચાર માધ્યમથી છેડછાડ થાય તેવું શક્ય નથી.

જોકે હેકર સઈદ સૂજાએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેની 2014માં હત્યા કરવામાં આવી હતી. જે આ સંદર્ભે જાણકારી ધરાવતા હતા. ભારતમાં વપરાતું આ ઈવીએમ ડિઝીન કરનાર એક્સપર્ટે એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ગડમથલ થઈ હતી. અહીં સુધી કે સૂજાનો દાવો હતો કે 2014ની સામાન્ય ચૂંટણીઓમાં પણ ઈવીએમમાં ગરબડ કરવામાં આવી હતી. આ હેકેથોનમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હતા. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ભારતમાં વપરાતા ઈવીએમ બીલકુલ સેફ છે.

લંડન હેકેથોનમાં એક્સપર્ટે સૂજાએ બતાવ્યું કે, ઈવીએમ કેવી રીતે હેક થઈ શકે છે. ભારતીય પત્રકાર એશોશિયેશન (યુરોપ) દ્વારા લંડનમાં આયોજીત કાર્યક્રમમાં કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બસ હાજર હતા.

હેકરે ઘણા બીજા દાવા કર્યા હતા જેમાં, આ મશીનને બ્લૂટૂથથી હેક કરી શકાતા નથી. ગ્રેફાઈટ આધારિત ટ્રાંસમીટરની મદદથી ઈવીએમને ખોલી શકાય છે. આ ટ્રાંસમીટરોના ઉપયોગથી 2014માં ચૂંટણી થઈ હતી. કોઈ વ્યક્તિ ઈવીએમ ડેટાને મેન્યુપુલેટ કરવા માટે સતત પિંગ કરી રહ્યો હતો. 2014માં ભાજપે ઘણા નેતાઓને તે અંગે જાણકારી આપી હતી. જ્યારે એક અન્ય ભાજપના નેતા સુધી આ વાત પહોંચી તો તેમની સાથે કામ કરનાર વ્યક્તિની હત્યા કરાવાઈ દીધી. ઈવીએમ હેક કરવામાં રિલાયન્સ કોમ્યુનિકેશન ભાજપની મદદ કરે છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની આઈટી સેલ દ્વારા કરાયેલું ટ્રાસમિશન પકડમાં આવી ગયું હતું. અમે ટ્રાંસમિશનને આમ આદમી પાર્ટીના પક્ષમાં કરી દીધું હતું. વાસ્તવીક રિઝલ્ટ 2009 જેવા જ હતા. ભાજપે ઓછી ફ્રીક્વન્સી વાળા ટ્રાંસમિશનને પણ ઈંટરસેપ્ટ કરવાના પ્રયત્નો કર્યા હતા. ભાજપને જ્યારે ઈવીએમને લઈને પડકાર આપવામાં આવ્યો તો તેમણે એવી મશીનનો ઉપયોગ કર્યો, જેને અમે પણ હેક કરી ન શકીએ.