મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ડી કંપનીમાં બધુ જ સારું ચાલી રહ્યું નથી. દાઉદ ઈબ્રાહિમના ભત્રિજા ઈકબાલ કાસકરના દિકરા રિઝવાનને મુંબઈ પોલીસે ધમકી આપવા અને પૈસા વસૂલવાના આરોપમાં જબરજસ્તી વસૂલી સાથે જોડાયેલા કેસમાં ભાગેડૂ ગેંગસ્ટરે પોતાના લેફ્ટ હેન્ડ છોટા શકિલનો સહયોગી ફહીમ મચમચને પરિવારની આગામી પેઢીને ગુનાની દુનિયામાં ખેંચવાની સજા આપી છે. રિઝવાને મચમચના ઈશારા પર કામ કર્યો હતો.

મીડિયા રિપોર્ટનું માનીએ તો રિઝવાનની ધરપકડના આગલા દિવસે દાઉદે મચમચને ફોન કર્યો. તે સમયે મચમચ યૂએઈમાં હતો. દાઉદે તેને અપમાનજનક ભાષામાં વાત કરી અને તેને જોરદાર ફિટકાર લગાવી. એક મીડિયા રિપોર્ટનું કહેવું છે કે મોટા ભાગે બાળકો (પરિવારની નવી પેઢી) ગુનાઓથી દુર છે. યુવા પેઢી વિદેશોમાં ભણી રહી છે તો પરિવારના અન્ય લોકો ખાડી દેશોમાં શોપિંગ મોલ અને અન્ય વ્યવસાય ચલાવી રહ્યા છે.

દાઉદ પોતાના દિવંગત ભાઈ નૂરાના દિકરા સોહેલ કાસકરની ધરપકડથી પહેલાથી જ પરેશાન હતો. તેના ઉપર નાર્કોટેરરિઝમના આરોપ સાથે કોલંબિયાઈ વિદ્રોહિઓની મદદ કરવા અને અમેરિકામાં માદક પદાર્થ હેરોઈન મોકલવાનો આરોપ હતો. ઈકબાલને ગત વર્ષ એક જબરજસ્તી વસૂલીના કાસમાં પકડી લેવાયો હતો અને હવે રિઝવાનની ધરપકડથી ડોન ગુસ્સામાં છે.

દાઉદએ કોઈ મામલામાં ૨૦૦૩માં ઈકબાલ કાસકરના ભારત પાછા આવવાના નિર્ણયને અસ્વિકાર કર્યો હતો. ઈકબાલ ભારતમાં રહેનાર દાઉદનો એક માત્ર ભાઈ છે. તેની બહેન હસિના પારકરની બે વર્ષ પહેલા હૃદય રોગનમાં મૃત્યુ થઈ ગયું હતું. આપને જણાવી દઈએ કે બેઈજ્જત કર્યા બાદ મચમચને દાઉદના ભત્રીજાની ધરપકડ માટે જવાબદાર ઠેરવ્યો હતો. તે બાદ મચમચ કરાચી ગયો હતો જેથી ડોનને સમજાવી શકાય.

જોકે, અંડરવર્લ્ડના સૂત્રોનું કહેવું છે કે ગેંગમાં આંતરિક પ્રતિદ્વંદ્ધિતાએ પણ આ પ્રકરણમાં ભૂમિકા નિભાઈ હશે. ગંગમાં બે ફાટા છે. મોટી ગેંગ શકિલ બાબૂ મિયા શેખ ઉર્ફે છોટા શકીલના નેતૃત્વમાં છે, જ્યારે બીજો ભાગ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ દ્વારા ચલાવાય છે. સૂત્રો મુજબ, શકિલ અને અનીસ વચ્ચે વર્ષોછી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.

સૂત્રો મુજબ દાઉદ પોતાના ભાઈ અનીસથી વધુ શકિલ પર ભરોસો કરે છે. શકિલ પોતાના સહયગી મચમચ પર ભરોસો કરે છે. ગુના શાખાના અધિકારીઓએ ઘટનાક્રમની પૃષ્ટી કરી અને કહ્યું કે તે આ વાત પર નજર રાખી રહ્યા હતા કે ગેંગની અંદર શું ચાલી રહ્યું છે. (રિપોર્ટ-નવભારત ટાઈમ્સ)