મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એક મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલથી જુલાઈ સુધીમાં 80 લાખ સબસ્ક્રાઈબર્સએ ઈપીએફઓથી 30 હજાર કરોડ રૂપિયા ફંડ ઉપાડ્યો છે. ઈપીએફઓ અંદાજીત 10 લાખ કરોડનું ફંડ મેનેજ કરે છે અને તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા અંદાજે 6 કરોડ રૂપિયા છે. ઉપાડને લઈને વિભાગનું કહેવું છે કે તેને ચાલુ નાણાકિય વર્ષમાં અમારી કમાણી પર અસર પાડી છે.

બેરોજગારી વધવાને કારણે ઉપાડમાં વધારો

ઈપીએફઓના અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો એપ્રિલ અને જુલાઈના ત્રીજા અઠવાડિયા વચ્ચેનો ચે. સામાન્ય સંજોગોમાં આટલા ઓછા સમયમાં આટલો મોટો ફંડ જથ્થો નિકાળવામાં આવતો નથી. તે એટલે થયું હશે કે લાખો લોકોની નોકરીઓ જતી રહી છે યા પછી પગારમાં કપાત આવી છે અને બીજી બાજુ મેડિકલ ખર્ચ જેવા ઘમા ખર્ચ તો એવા જ થાય છે.

22000 કરોડ ફક્ત મેડિકલ ખર્ચ માટે

રિપોર્ટ મુજબ 30 લાખ સબસ્ક્રાઈબર્સએ કોવીડ વિંડો અંતર્ગત 8000 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. 50 લાખસબસ્ક્રાઈબર્સે મેડિકલ ખર્ચ માટે 22000 કરોડ રૂપિયા સુધીની રકમ કાઢી લીધી છે. અધિકારીઓનું કહેવું છે કે ખુબ જ જલ્દી ઉપાડ કરનાર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડ સુધી પહોંચી જશે.

ઈપીએફઓ ઉપાડના જુના આંકડા પર નજર કરીએ તો નાણાકિય વર્ષ 2019-20માં કુલ 72000 કરોડ ઉપાડ કરાયો હતો. ચાલુ નાણાકિય વર્ષમાં ફક્ત ચાર જ મહિનામાં 30 હજાર કરોડ રુપિયા ઉપાડી લેવાયા છે.

હજુ વધુ ઉપાડ થાય તેવી શક્યતા

વિભાગનું કહેવું છે કે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેસ જેમ જેમ વધી રહ્યા છે આર્થિક સંકટ વધુ ઊંડો થતો જઈ રહ્યો છે. આવામાં વર્તમાન સ્થિતિના આધારે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઈપીએફઓ ફંડથી વધુ મોટા પ્રમાણમાં અને જલ્દીથી ઉપાડ થવા લાગશે. માનવામાં આવી ર્યું છે કે આવનારા સમયમાં ઉપાડ કરનાર સબસ્ક્રાઈબર્સની સંખ્યા દસ મિલિયન સુધી પહોંચી જશે.