ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી -20 મેચ સાઉધમ્પ્ટન ખાતે રમાઈ હતી, જેમાં ઇંગ્લેંડ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત્યું હતું. મેચનો હીરો જોસ બટલર રહ્યો હતો, તેણે 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે વિકેટ પાછળ બે કેચ પકડ્યા હતા. ક્રિકેટમાં હિટ વિકેટ ભાગ્યે જ જોવા મળે છે. જો બેટ્સમેન હિટ વિકેટ આઉટ થાય છે, તો તે ખૂબ મજાક બની જાય છે. આ મેચમાં, જોની બેરસ્ટો પણ આવી જ રીતે આઉટ થયો હતો, જેના માટે તેની ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે મિશેલ સ્ટાર્કની બોલિંગનો સામનો કરી રહ્યો હતો ત્યારે હિટ વિકેટ આઉટ થાય છે.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા એ ઇંગ્લેન્ડ સામે 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલર અને જોની બેરસ્ટો ઓપનિંગ કરવા ઉતર્યા હતા. તેણે ઇંગ્લેન્ડને સારી શરૂઆત આપી હતી, પરંતુ તે મિશેલ સ્ટાર્કની બોલિંગનો સામનો કરી રહ્યો હતો ત્યારે હિટ વિકેટ આઉટ થાય છે. તેણે બાઉન્સર બોલ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેટને સંભાળી શક્યો નહીં. તેનો બેટ સીધો સ્ટમ્પ માં મારે છે .

બેરસ્ટો આઉટ થયા બાદ જોસ બેટલર અને ડેવિડ મિલાને આ બાજી સંભાળી . બંનેએ ઇંગ્લેન્ડને જીતનો રસ્તો બતાવ્યો. બટલરે અણનમ 77 રન બનાવ્યા અને ડેવિડ મલાને 42 રનની શાનદાર ઇનિંગ્સ રમી. ઓસ્ટ્રેલિયા ની બોલિંગ વિશે વાત કરીએ તો એસ્ટન અગરને 2 વિકેટ મળી જ્યારે મિશેલ સ્ટાર્ક અને એડમ ઝંપાને 1-1 વિકેટ મળી.

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિંચે સૌથી વધુ 40 રન બનાવ્યા. તેના સિવાય કોઈ પણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.  જોફ્રા આર્ચર, માર્ક વુડ અને આદિલ રાશિદે 1-1 વિકેટ મેળવી હતી. તમને જણાવી દઈએ કે, ત્રણ મેચની ટી 20 શ્રેણીમાં ઇંગ્લેંડ 2-0થી આગળ છે અને તેણે અજેય લીડ બનાવી લીધી છે. ત્રીજી ટી 20 મેચ 8 સપ્ટેમ્બરના રોજ રમાશે.