મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ સાંડેસરા ઘોટાળા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ અહેમદ પટેલની પુછપરછ કરવા માટે આજે ઘરે પોહોંચી હતી. ત્યાં ઘરમાં જ અહેમદ પટેલ સાથે પુછપરછ કરાઈ હતી. આ અગાઉ પણ બે વખત પુછરપછ કરવાની કામગીરી અટકી પડી હતી. ઈડિએ તેને પુછરપછ માટે કહ્યું હતું પણ તે ગયા ન હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની શરૂઆતની તપાસમાં તત્કાલીન ઈડિ ડાયરેક્ટર કર્નલ સિંહના નિર્દેશમાં તપાસ આગળ વધી હતી અને અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકી સાથે ઈડીએ પુછપરછ કરી હતી. ઈરફાન સિદ્દીકી પર આરોપ છે કે સાંડેસરા ગ્રુપે તેમને દિલ્હીના પોશ વિસ્તારમાં એક મકાન આપ્યું છે. આ મકાન ગ્રુપની કંપનીના નામ પર જ બતાવાઈ રહ્યું છે. ઈરફાન સિદ્દીકી આમ તો એક વકીલ છે.

આ તપમાસ દરમિયાન એ વાત પણ સામે આવી કે સાંડેસરા ગ્રુપ અહેમદ પટેલના કાર્યાલયમાં કામ કરનારા કેટલાક લોકોને પોતાની તરફથી વેતન પણ આપતું હતું. ઈડીએ આ બાબતે ઘણા વિસ્તારોમાં રેડ પણ કરાઈ હતી. 

ઈડીએ પુછપરછ માટે બે વાર બોલાવ્યા પણ પુછપરછ શક્ય બની નહીં. ગુજરાતથી રાજ્યભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અહેમદ પટેલએ વરિષ્ઠ નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપનારા કોવીડ-19 વૈશ્વિક મહામારીના દિશા-નિર્દેશોના હવાલો આપ્યો હતો. જેને પગલે એજન્સીએ તેમના અનુરોધ સાથે સહમત થઈ અને સૂચના આપી કે તે તેમની સાથે પુછરપછ માટે તપાસ અધિકારીને મોકલશે. આ મામલો ગુજરાત સ્થિત સ્ટર્લિંગ બાયોટેક દ્વારા કરોડો રૂપિયાની કથિત બેન્ક ફ્રોડ તથા મની લોન્ડરિંગને લઈને સાંડેસરા બંધુઓ, ચેતન અને નીતિન અને ઘણા અન્યો સામે તપાસથી જોડાયેલો છે.

પૂર્વ સીબીઆઈ ડારેક્ટર અસ્થાના સુધી પહોંચ્યો હતો તપાસનો રેલો

તપાસ દરમિયાન આક્ષેપો પણ થયા હતા કે નોટોથી ભરેલી બેગ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને પણ પહોંચાડાઇ હતી. આ તે જ કેસ છે જેની તપાસ સીબીઆઈના તત્કાલીન વિશેષ નિયામક રાકેશ અસ્થાના સુધી પણ પહોંચી હતી અને આ જૂથના ડિરેક્ટરોના પણ રાકેશ અસ્થાના સાથે સારા સંબંધો હોવાના આક્ષેપો થયા હતા. જોકે, રાકેશ અસ્થાનાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

અત્યાર સુધીના તાજેતરના સંજોગો મુજબ આ કેસમાં સાંડેસરા જૂથના ડાયરેક્ટર નીતિન સંડેસરા અને ચેતન દેશમાંથી નાસી છૂટ્યા છે અને તેઓ ક્યાં હાજર છે તે અંગે હજી સુધી કોઈ મહત્વની માહિતી મળી નથી.

કોંગ્રેસના નેતાઓ પર કૌભાંડની તપાસ

આપને જણાવી દઈએ કે કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતા અને તેમના સંબંધિ કોઈના કઈ કૌભાંડમાં છૂપાયેલા છે. આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં તપાસની જ્વાળા પૂર્વ ગૃહમંત્રી પી ચિદંબરમ્ સુધી પહોચી છે. ખુદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જામીન પર ચાલી રહ્યા છે.

સ્ટર્લિંગ બાયોટેક કેસ શું છે?

ગુજરાત સ્થિત ફોર્મા કંપની વડોદરાના સાંડેસરા પરિવાર ચલાવે છે. આરોપ છે કે ફોર્મા કંપનીના પ્રમોટર્સ, સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન અને દિપ્તી સંડેસરાએ 14,500 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી કરીને દેશમાંથી ભાગી ગયો હતો. સરકારે તેમને ફરાર જાહેર કર્યા છે.

વધતા ધંધા વિશે વાત કરીએ તો સાંડેસરા બંધુઓએ સ્ટર્લિંગ બાયોટેકના નામે 5383 કરોડની લોન લીધી. આ લોન આંધ્ર બેંકની આગેવાની હેઠળના બેંકોના જૂથે આપી હતી. પરંતુ તેણે તે જાણી જોઈને ચૂકવ્યું નહીં. સીબીઆઈએ આખરે ઓક્ટોબર 2017 માં બેંકોની ફરિયાદ પર ફાર્મા કંપનીના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. તે જ સમયે, ઇડીએ શોધી કાઢ્યું હતું કે સ્ટર્લિંગ બાયોટેકે તેની મોટી કંપનીઓની બેલેન્સ શીટ્સમાં ડેટા બેંકો પાસેથી લોન લેવા માટે પણ ચાલાકી કરી હતી.