મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટમાં મોટો ખુલાસા થયો છે. નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (એબીડીસી) ની ટીમને આશંકા છે કે બ્લાસ્ટમાં એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એબીડીસી ટીમને તપાસ દરમિયાન એનર્જી ડ્રિંકના ડબ્બાના કેટલાક ટુકડાઓ મળી આવ્યા છે.

તપાસ એજન્સીઓને સોફ્ટ ડ્રિંક ડબ્બાના કેટલાક ટુકડાઓ પણ મળી આવ્યા છે. ત્યારબાદ, તપાસ એજન્સીઓને શંકા છે કે તેના દ્વારા વિસ્ફોટકો બનાવવામાં આવ્યા છે. જ્યારે વિસ્ફોટ થયો, ત્યાં સુધીમાં ઇઝરાઇલી દૂતાવાસમાં લગભગ દરેક જઇ ચુક્યા હતા. જ્યારે વિસ્ફોટ થયો તે સમયે કોઈ હિલચાલ નહોતી, બોમ્બ દપ્રેશરથી ફાટ્યો છે, તેથી રસ્તાની બીજી બાજુના કારના કાચ પણ તૂટી ગયાં હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે સોફ્ટ ડ્રિંક્સની કેનનો ઉપયોગ સર્કિટ બોર્ડ ડિવાઇસને છુપાવવા માટે થતો હોવાની શંકા છે, જે ઘટના સ્થળે મળી આવી હતી અને સંભવત: ટાઈમર સાથે જોડાયેલ હતા.


 

 

 

 

 

ઇઝરાઇલ દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટોની તપાસ કરી રહેલા વિશેષ સેલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની ધારણા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં નાના બોલ બેરિંગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટમાં મળેલા અન્ય એક સીસીટીવી ફૂટેજમાં એક કેબ દેખાઈ હતી, જે સ્થળ પર બે લોકો ઉતારી અને ત્યારબાદ કેબ જતી રહી હતી. સીસીટીવી પર જોવા મળી રહ્યું છે કે બંન્ને શકમંદો બ્લાસ્ટ સ્થળ તરફ જઇ રહ્યા છે, સ્પેશિયલ સેલે ઘટનાસ્થળે આવેલા કેબ ચાલકનો સંપર્ક સાધ્યો હતો.

શંકાસ્પદ આરોપીનું બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બંને શંકાસ્પદ લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આપને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે ઇઝરાઇલ દૂતાવાસ નજીક જિંદાલ હાઉસની સામે આ બ્લાસ્ટ થયો હતો, પરંતુ ત્યાં સીસીટીવી કામ કરી રહ્યું નથી. હાલમાં તપાસ એજન્સીઓએ બાકીની જગ્યાના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે.