મેરાન્યૂઝ નેટવર્ક.પુલવામાઃ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શૂટઆઉટ થયું હતું. તાજી જાણકારી મળવા સુધ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા છે. આ દરમિયાન એક જવાન શહીદ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવાયો છે અને આ લખાય છે ત્યાં સુધી ઓપરેશન પણ ચાલું રખાયું છે. આ આતંકી ડાલીપોરાના એક ઘરમાં છૂપાયા હતા.

દાલીપોરામાં આંતકીઓ દ્વારા સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કરવામાં આવતા સુરક્ષાબળના જવાનોએ પણ જવાબી કાર્યાવાહીમાં આતંકીઓને ઘેર્યા અને આતંકીઓનો ખાતમો બોલાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળે બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે દુઃખદ વાત એ છે કે આ ઘટનામાં આપણા એક જવાન શહીદ થયા છે. જ્યારે 2 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં શુક્રવારે ભારતીય સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટ જમ્મૂ એન્ડ કાશ્મીર (આઈએસજેકે)ના બે આતંકીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટરમાં આઈએસજેકેના કમાન્ડર અશફાક અહમદ સોફી પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આતંકવાદી જાકિર મૂસાના સાથી ઇશફાક અહમદ સોફી કાશ્મીરમાં આઈએસજેકેનો મોટો કમાન્ડર હતો.