મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં આંગણવાડી માં ફરજબજાવતા મહિલા કર્મચારીઓએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે અનેકવાર ઉગ્ર આંદોલનો અને હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવા છતાં આંગણવાડી કર્મચારીઓની પડતર પ્રશ્નોની સમસ્યાનો ઉકેલ ન આવતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન (જી.એ.કે.એસ) દ્વારા વિધાનસભામાં બજેટ રજુ થનાર છે તે પહેલા અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

સોમવારે અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હઠળ અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી કર્મચારીઓને ૧ ઓક્ટોમ્બર-૨૦૧૮ થી પગાર વધારો આપવાનો જાહેરાત કરી છે તો પગાર વધારો એરીયર્સ સાથે ચૂકવવામાં આવે, અન્ય રાજ્યોમાં પગાર જેટલો પગાર આપવામાં આવે,વય નિવૃતિ ૬૦ વર્ષ કરવામાં આવે,લેખાનુદાન બજેટમાં આંગણવાડી વર્કર માટેના રાજ્ય સરકારના ફાળામાં રૂ.૬૦૦/- તથા હેલ્પર રૂ.૩૦૦/- નો ઘટાડો કરેલ છે તેમાં વધારો કરવામાં આવે,આંગણવાડી કર્મચારીઓને અટકી પડેલ પ્રમોશન આપવામાં આવે,જિલ્લામાં ફેરબદલીના હુકમો, મીની આંગણવાડી ને પૂર્ણ આંગણવાડી બનાવવાની, બાળકોને અપાતા પોષણની માત્રા તથા ચુકાવતામાં ભાવ વધારો કરવામાં આવે, સિલાઈ એલાઉન્સ ૩૦૦/- રૂપિયા કરો, ગેસના બાટલાના બીલો પૂરો ચૂકવો અને ગ્રિવન્સ કમિટીને તાકીદે સક્રિય કરો સહીત વિવિધ પડતર માંગણીઓનો ઝડપથી ઉકેલ કરવામાં આવે અને ન્યાયની માંગ કરી હતી.