મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી:  સોશિયલ મીડિયા પર હાથીનો ડાન્સ કરવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવતીને ડાન્સ કરતી જોઈને પાછળ ઉભેલા બે હાથીઓ પણ તે જ રીતે (ડાન્સ વિથ વુમન) નાચવા લાગ્યા. તમે હાથીઓની ઘણી રમૂજી વિડિઓઝ જોઇ હશે, પરંતુ આ વિડિઓ તમને હસાવશે. આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી ડાન્સ કરવાનું શરૂ કરે છે. તેને નાચતા જોઈને હાથી પણ ઉત્સાહિત થઈ જાય છે. તેઓ પણ એ જ રીતે ડાન્સ કરવાનું શરૂ કરે છે. તેઓ પોતાની સૂંઢ હલવાનું ચાલુ કરે છે. બંને હાથીઓ એ જ રીતે ડાન્સ કરે છે. છોકરી તે જોઇને હસી પડી અને તેની સાથે ડાન્સ કરવા લાગી. ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા.

વીડિયો શેર કરતી વખતે આઈપીએસ અધિકારીએ કેપ્શનમાં લખ્યું કે, 'હાથીઓ ડાન્સ કરી શકે? જવાબ હા, તેઓ મારા કરતા વધુ સારો ડાન્સ કરી રહ્યા છે. 

આ વીડિયો 18 જાન્યુઆરીએ શેર કર્યો છે, લોકોને આ વીડિયો ખૂબ ગમ્યો. લોકો મનોરંજક પ્રતિક્રિયા આપી રહ્યા છે ...