મેરાન્યૂઝ નેટવર્ક.ઈડર: ગુજરાતમાં વીજ કરંટ લાગવાથી અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે વીજકર્મચારીઓ પણ વીજ  મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થતા વીજ શોકથી મોત નીપજી ચુક્યા છે ત્યારે ઈડર તાલુકાના રતનપુર ગામમાં આજે વીજ શોક લાગતા વીજ લાઈનમેનનું મોત નિપજ્યું હતું. ઉત્તર ગુજરાત વિદ્યુત કંપનીમાં એપ્રેન્ટિસનું 11 હજાર કેવીની લાઈન પર મેઈન્ટેનન્સ કરતાં વેળા શોક લાગતા મોત નિપજ્યું હતું. પરિવારે આરોપ લગાવ્યો હતો કે વીજ પ્રવાહ ચાલુ હતો.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે વીજ લાઇન પર મેન્ટેનન્સનું કામ ચાલુ હતુ. દેશોતર ફીડરમાં કામ કરતા એપ્રેન્ટીસ યુવકને રતનપુર નજીકથી પસાર થતી હેવી વીજલાઇનનું મેન્ટેનન્સ કરવા કહ્યુ હતુ.11 હજાર કેવીની લાઈન પર નવો જોડાયેલો એપ્રેન્ટિસ મેઈન્ટેનન્સ માટે ચડ્યો હતો ત્યારે અચાનક વીજ પ્રવાહને પગલે કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈડર યુજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન પરિવારે વીજ પ્રવાહ બંધ કર્યા વગર મેન્ટેન્સ કરાયું હોવાનમો આરોપ લગાવ્યો હતો.

ખેડબ્રહ્મા તાલુકાના દુધલી ગામે કોઇ કારણસર દિવાલ પરથી પડી જવાથી ૪ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું . મનુભાઇ હરતાંભાઇ ઠાકોરનો ૪ વર્ષીય પુત્ર નિખીલ નવિન મકાનની દિવાલના કોટ પર ચડ્યો હતો. જોકે કાબુ ગુમાવતા અચાનક પગ લપસી પડતા દિવાલના કોટ પરથી પડી ગયો હતો. દિવાલ પરથી પડ્યા બાદ તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દેવાંશિશ ત્રિવેદીએ કિશોરને મૃત જાહેર કર્યો હતો.અકસ્માતે ૪ વર્ષીય બાળકનું મોત નિપજતા ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર,મૃતક નિખીલના પિતા મનુભાઇ ઠાકોરે પોલીસને જણાવ્યુ હતુ કે, મારા પુત્રના મોતને લઇ મને કોઇ ઉપર શંકા નથી. જેથી કિશોરનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ તેનો મૃતદેહ લઇ ગયા હતા. આ તરફ ગામમાં નાના બાળનું મોત થયાનું જાણી સગાસંબંધીઓમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ છે.