મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ગુજરાતની છ મહાનગરપાલિકાઓ માટે આજે ચૂંટણીઓમાં આજે મતદારો પોતાનો મત આપી રહ્યા છે જોકે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઈવીએમને લઈ સવાલો ઉઠાવ્યા હતા. અહી સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવેલા ઈવીએમ સીલ કરાયા વગરના હતા. જેનો વીડિયો ઉતારી ઉમેદવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

વડોદરામાં અકોટા વિસ્સારમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા હતા. કામગીરીના ભાગ રૂપે ઉમેદવારોને તેની કાર્યવાહી જોવા બોલાવ્યા હતા. જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 10ના ઉમેદવાર હેમંત પ્રજાપતિ, વોર્ડ નં 11ના ઈવીએમ મશીન સીલ કર્યા હોવાનું કહ્યું હતું પરંતુ હેમંત પ્રજાપતિએ આક્ષેપ કર્યા હતા કે આ ઈવીએમની પેટીઓ સીલ કરવામાં આવી નથી. બકાયદા હેમંત પ્રજાપતિએ આ અંગેના વીઝ્યૂઅલ્સ લોકો સામે મુક્યા હતા. જે દરમિયાન ચૂંટણીની ફરજમાં ઊભા રહેલા કર્મચારીઓ અને અધિકારીઓ તેમના પર તાડૂકી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટનાનો તેમણે જાહેર કરેલો વીડિયો અહીં દર્શાવ્યો છે.