મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમઃ લોકસભાની ચૂંટણી એક બાજુ લોકશાહીનો પર્વ બની છે ત્યારે ઘણા પરિવારો માટે દુઃખદ પ્રસંગ પણ લઈને આવી છે. ૨૩મીએ મતદાનના દિવસે ગુજરાતમાં કુલ 3 લોકો અને કેરળના અલગ અલગ બૂથ પર ૭ લોકોના મોત થયા છે. કેરળના ૭ પૈકી એક વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હતું જેની જાણ થયા બાદ હાર્ટ એટેક આવતા મોત થયું છે. ગુજરાતમાં મહેસાણા, ભરૂચ, વાગરા ખાતે અલગ અલગ સ્થાનો પર ત્રણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.

કેરળમાં વધુ એક વ્યક્તિ જેનું નામ મરાર વેણુંગોપાલ હતું તે મતદાન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું. કન્નુર જિલ્લા ખાતે ચોકલી રામવિસાસમ પોલીંગ બુથની બહાર પણ ૬૫ વર્ષિય વિજય, ૬૬ વર્ષના ચોકો મથાઈનું પતનમથિટ્ટા જિલ્લાના પેજુમપરા ખાતે અને થ્રેસ્ય કુટ્ટીનું અર્ણાકુલમમાં મોત થયું હતું.

ઉપરાંત મૃતકોમાં કોલ્લમ કિલિકોલ્લૂર સ્કૂલ પોલીસ બુથમાં વોટિંગ કરવા ગયેલા મણિ, તાલિપરંબા નિવાસી વેણુંગોપાલ મરાર, વાયનાડના આદિવાસી કોલોનીમાં રહેતા બાલન અને માવેલિક્કારના પ્રાભાકરનનો સમાવેશ થાય છે. મણિ નામની વ્યક્તિને જ્યારે ખબર પડી કે મતદાર યાદીમાં તેમનું નામ જ નથી ત્યારે હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું.

અલપ્પુઝામાં પોલીંગ બુથના અધિકારીને કામગીરી દરમિયાન એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૭.૨૭ ટકા મતદાન થયું છે.