મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સાઉદી અરબ સહિત મધ્યપૂર્વના મોટાભાગના મુસ્લિમ દેશોમાં ઈદ ઉલ ફિત્ર રવિવારે મનાવાઈ રહ્યો છે. આ દરમિયાન મક્કા અને મદીનામાં ઈમામએ એકલા જ નમાજ પઢી છે. જોકે કોરોના વાયરસને ધ્યાનમાં લઈ આ દેશોંમાં ઈદના દિવસે કર્ફ્યૂ લાગુ કરાયો છે. સાથે જ મસ્જિદોને બંધ કરાઈ છે. આ એક સારી બાબત છે કે કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે આ પ્રકારે લોકોને એક્ઠા ન કરવાનો નિર્ણય લોકોએ ઘણો આવકાર્યો છે.

સાઉદી આરબ અને સંયુક્ત આરબ અમીરાતના અધિકારીઓએ કહ્યું કે, કોવિડ- 19ને ધ્યાનમાં રાખી રમજાનના આખરી જુમાના દિવસે મસ્જિદોને બંધ રખાઈ છે. આ દરમિયાન મક્કા અને મદીનામાં પણ મસ્જિદોમાં ફક્ત ઈમામે જ નમાજ પઢી છે.

સાઉદી આરબના સરકારી ટીવી ચેનલ પર દેશના ઈસ્લામી મામલાઓના મંત્રી અબ્દુલ લતીફ અલ શેખને મસ્જિદોમાં નમાજ પઢવાના નિર્દેશ જાહેર કર્યા હતા. ઈદને પગલે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ ઈર્દોગનએ દેશમાં ઈદની રજાઓ દરમિયાન 23થી 26 મે સુધી ચાર દિવસ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યૂ લાગુ કર્યો છે.

સાઉદી અરબમાં લાગુ કર્ફ્યૂમાં મક્કા અને મદીનાના પવિત્ર શહેરોમાં લોકો ફક્ત ભોજન અને દવા ખરીદવાની પરવાનગી આપી છે. ઉપરાંત દુનિયાના સૌથી મોટા મસ્લિમ આબાદી વાળા દેશ ઈંડોનેશિયામાં પણ ઈદના દિવસોમાં લોકોને ઘરેથી નિકળવા અને એક જગ્યાએ ભેગા થવાની પરવાનગી નથી આપી. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મંત્રીપરિષદની બેઠક બાદ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં છૂટ નહીં આપી શકાય.

ત્યાં જ જોર્ડનમાં ઈદથી એક દિવસ પહેલા જ સરકારે લોકોની અવરજવર પર પ્રતિબંધ આપી દીધો હતો. જોકે બાદમાં બાદીના દિવસોમાં લોકોને પોતાના વાહનથી ક્યાંય પણ આવવા કે જવા પર છૂટી અપાઈ હતી. બીજા તરફ કતારએ કોરોના વાયરસને રોકવા માટે ઘણા નિયમોની જાહેરાત કરી છે, જેમાં ત્રીસ મે સુધી મોટાભાગના વ્યવસાયોની ગતિવિધિઓને અટકાવી દેવાઈ છે.

આ પહેલા મદીનાની મસ્જિદના ઈમામ શેખ અબ્દુલ બારી અલ થુબૈતીએ પોતાના જુમાના ભાષણ દરમિયાન એલાન કર્યું હતું કે, કોવીડ 19 મહામારીને જોતાં તમામ મુસ્લિમ લોકો ઘરોમાં જ નમાજ અદા કરશે. યુએઈમાં દુબઈ સરકારની મીડિયા ઓફીસએ ટ્વીટ કરીને મસ્જિદોને બંધ રહેવાની સૂચના આપી હતી અને કહ્યું કે આ વખતે ઈદ દરમિયાન લોકોને મળવા અને બાળકોને ઈદીની ભેટ આપવાથી પોતાને રોકવા જોઈએ.