મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ટપોટપ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. સ્થિતિ એવી છે કે સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ કલાકોના વેઈટિંગ ચાલે છે. રીતસર ટોકન વહેંચાય છે. આવા સમયે અધેર નગરીમાં સબ સલામત, હમ તૈયાર હે (અમે સજ્જ છીએ) વગેરે જેવા દાવાઓ વચ્ચે એક અત્યંત ચકચારી નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષકોને સ્મશાનમાં ડ્યૂટી આપવામાં આવી છે. શિક્ષકોને સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની જવાબદારી સોંપાઈ છે.


 

 

 

 

 

સુરત કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મળીને 8 કલાકની ત્રણ શિફ્ટ એમ 24 કલાક મૃતદેહોની નોંધણી કરવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને અગાઉ પણ જ્યારે ગુજરાતમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો ત્રાસ વધ્યો હતો ત્યારે તીડ ઉડાડવાની જવાબદારી પણ તંત્રએ સોંપી હતી. આવા તો કાંઈક કામો શિક્ષકોને સોંપાયા છે જેને કારણે શિક્ષણ આલમમાં નારાજગી ફેલાઈ છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ નિર્ણયની ઠેકડી ઉડાવવામાં આવી રહી છે. ઘણાએ તો એવો પણ સવાલ કર્યો કે પેલા નવરા પડેલા પેજ પ્રમુખોનું શું કરવાનું છે, લગાવી દો એમને કામે.

કોરોનાની સ્થિતિ વચ્ચે કોર્પોરેશનના કર્ચારીઓ સહિતનાઓને અલગ અલગ કામગીરીઓ સોંપવામાં આવી છે. જેમાં શિક્ષકો કોરોના દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા, ઓનલાઈન શિક્ષણ, ધનવંતરી રથની સાથે રહેવાનું, સર્વેની કામગીરી, અનાજ વિતરણનૂ દેખરેખ. શિક્ષકોએ પણ તંત્રએ કરેલા આદેશોનું પાલન પણ કર્યું. આ બાબતને લઈને શિક્ષક સંઘમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘના હોદ્દેદારોને આ ઓર્ડર રદ્દ કરવા માટે રજૂઆત કરી છે જેમણે આ કામગીરી સોંપવાને મામલે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત સરકારને જાણકરવાની બાંયેધરી પણ શિક્ષકોને આપી છે. શિક્ષકોને આ કામગીરી માટે સોશિયલ મીડિયા દ્વારા મેસેજ આપવામાં આવ્યા હતા.