ઇબ્રાહિમ પટેલ (મેરાન્યુઝ.મુંબઈ ): છેલ્લા કેટલાંક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ખાધ્યતેલ ખાસ કરીને પામતેલ અને સોયા-કોમ્પ્લેકસ તેમજ કૃષિબજારના તેજીવાળા તેમના લેણના પોટલા (નફાબુકિંગ) છોડી રહ્યા છે. આ સટ્ટોડિયા નફોખાઈને તંદુરસ્ત બનાયા છે, ત્યારે તેઓ બજારમાં પાછા ફરશે કે નહીં અથવા નિયમ પ્રમાણે આ એક ટૂંકાગાળાની ચાલ છે, તે આપણે જાણતા નથી સમય બધુ સમજાવશે. ભારતમાં હવામાન ખાતાએ સતત ત્રીજાવર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે, ત્યારે સટ્ટોડિયાઓ બજારમાં નવી બિછાત બિછાવાશે. 

સોલવન્ટ એકસટ્રેકસ્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)ના પ્રમુખ અતુલ ચાતુર્વેદી તો ત્યાં સુધી કહે છે કે દેશમાં ખાધયતેલના ઊંચા ભાવ, કમનસીબે લાંબા સમય પછીથી જોવા મળી રહ્યા છે. પણ આપણાં તેલીબિયાં ખેડૂતોના મોઢા પર પાછું ફરેલું હાસ્ય ટકાઉ સાબિત થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે. અલબત્ત, રાયડા અને સોયાબીનના ખેડૂતોને લઘુતમ વેચાણ ભાવથી ઊંચા ભાવ પ્રાપ્ત થયા છે એ સાચું, પણ નફેડ કે અન્ય સરકારી સંસ્થા ટેકાના ભાવ સંવર્ધનમાં કોઈ ખાસ ભૂમિકા નથી ભજવતા.

અતુલ ચાતુર્વેદી કહે છે કે આ વખતે ખરીફ પાક માટે તેલિબિયાને વધુ જમીન ફાળવશે અને ખાધ્યતેલના ઊંચા ભાવ હવે પુરવઠા છત બાબતે હકારાત્મક પ્રત્યાઘાત આપશે. ગ્રાહક બાબતોના મંત્રાલયના સેક્રેટરી સુધાંશુ પાંડેને લખેલા એક પત્રમાં ચાતુર્વેદીએ કહ્યું હતું કે હવે કૃષિ મંત્રાલય દ્વારા નેશનલ મિશન ઓન ઓઇલસીડને આખરે વેગથી આગળ વધારવાનો સમય પાકી ગયો છે. અમને આશા છે કે આ પ્રોજેક્ટને પૂરતું ફંડ ફાળવીને આપણાં દેશમાં તેની હકારાત્મક અસરો સ્થાપિત થાય, તેની ખાતરી કરવામાં આવે.

Advertisement


 

 

 

 

 

તાજેતરમાં ખાધતેલના ભાવ ખૂબ વધી જતાં સરકારની આયાત જકાત આવક ખૂબ વધી છે. આ આવકમાંથી જો થોડા નાણાં તેલીબિયાં-તેલ ક્ષેત્રે ફાળવવામાં આવે તો આત્મનિર્ભર ભારતની વાસ્તવિક અપેક્ષા પ્રમાણે આ ઉધ્યોગનું ભલું થઈ શકે તેમ છે. ચીનની લેવાલી, રાહત પેકેજો, પામ અને સોયા ઉત્પાદક દેશોમાં લા-નિનોની હવામાન સમસ્યા. કોરોનાને લીધે મલેશિયામાં મજૂર સમસ્યા, ઇન્ડોનેશિયામાં બાયોડીજલ ઉત્પાદનમાં ખુબજ ઉતાવળા પગલાં, અમેરિકા અને બ્રાજીલ જેવા દેશોમાં રિન્યુએબલ ફ્યુઅલ બનાવવામાં સોયાતેલનો ઉપયોગ વગેરે અનેક કારણો પુરવઠા અછત માટે જવાબદાર છે.

અતુલ ચાતુર્વેદીએ એવું સૂચન કર્યું છે કે ખાદ્યતેલ અને તેલિબીયા જેવી જીવન આવશ્યક ચીજોના વાયદામાં ફરજિયાત ડિલીવરીનો કાયદો કરવો જોઈએ. આને લીધે વાયદા બજારમાં ગંભીર પ્રકારના ખેલાડીઓ જ પ્રવૃત રહે. એક વખત ભાવ સ્થિરતાનો માહોલ સ્થપાય ત્યારે કોમોડિટી એક્સચેન્જના માળખામાં સટ્ટોડિયાને ભાગીદાર બનાવવા જોઈએ. ભાવ કયા ચોક્કસ સ્તરે રાખવા જોઈએ તે બાબતે આપણે આપણી નીતિઓ અને માનસિક્તાને સ્પષ્ટ કરી દેવી જોઈએ. ભાવનું ચોક્કાસ ધોરણ રાખવાની આપણી જવાબદારી છે.

આયાત જકાત નીચલા સ્તરે રાખીને ત્યાં સ્થગિત કરી દેવી જોઈએ. સમાજના નબળા વર્ગ માટેની રેશન દુકાનમાં ખાધ્યતેલના ભાવ કિલો દીઠ રૂ. ૩૦થી ૪૦ સ્થિર કરી દેવા જોઈએ. ભારતના દરિયા કિનારાની પટ્ટીઓ પર આવેલી રિફાઇનરીઓ પાસે વધારાની ઉત્પાદન ક્ષમતા પડી છે. તાજેતરમાં જાગતિક ભાવો નીચે ગયા ત્યારે, ભારતીય ખેડૂતોને નકારાત્મ ભાવ ના મળે તેની ખાતરી કર્યા પછી જ આયાત જકાત ઘતાડવા માટે પુન: વિચાર કરવો એ કઈ ખોટો નિર્ણય નહીં ગણાય. 

Advertisement


 

 

 

 

 

લાંબાગાળાનું સૂચન તો એ છે કે તેલિબિયાનું વાવેતર વધારો, અને સીંગદાણા, રાયડા, સોયાબીન, પામ બગીચાના વાવેતરને આવશ્યક પ્રોત્સાહન આપો. તેલીબિયાં મિશન માટે આ બધા મુદ્દા આવશ્યક ગણવાની જરૂર છે. અને આખરે ભાવને નિયંત્રણમાં રાખવા ખાદ્યતેલનો બફર સ્ટોક રાખવો જરૂરી છે.             

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.