ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): શરીર વિજ્ઞાનને ભૂલી જઈએ તો પણ, વિદેશી હૂંડિયામણ બજાર હવે કોરોના મહામારી મુક્ત થઇ ગઈ છે. રૂપિયો, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયન, કેનેડીયન ડોલર જેવી એશિયન કરન્સી કોમોડીટી તો જાણે આ વર્ષે ઉભરી આવેલા કોરોના સાથે પ્રેમમાં પડ્યા હતા. પણ અમેરિકન ડોલર, જપાન યેન અને સ્વીસ ફ્રાંકમાં ઉડાઉડ વેચવાલી આવી હતી. અર્થતંત્ર આધારિત અપેક્ષિત ડેટાની નોંધ રાખતા સીટી ઇકોનોમિક સરપ્રાઈઝ ઇન્ડેક્સ અને જગતભરના જહાજી નૂરનો  બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પણ દક્ષિણાયન થયા હતા.

આ બધી બજારોએ વેક્સીન બાબતે કોઈ સાવધાની સ્વીકારી ન હતી. તેમણે તો માત્ર લોકડાઉન અને અર્થતંત્રમાં આવેલી નરમાઈની જ ચિંતા કરી હતી. આ બધી બજારોમાં હજુ પણ રિસ્ક-ઓન રિસ્ક ઓફ મોડનું જ પ્રભુત્વ રહ્યું છે. ફોરેકસ બજારના ટ્રેડરો હવે નફો કરતી અને નુકશાન કરતી બન્ને પ્રકારની કરન્સી પસંદ કરવા લાગશે, બજારની વર્તમાન અને ભાવી ચાલ આ જ પ્રકારની રહેવાની છે. અહી નોંધવા જેવી વાત એ છે કે અમેરિકન ફેડ, ઇસીબી કે આરબીઆઈ તાજેતરના સમયમાં તેમની તંદુરસ્તી સામે સૌથી મોટા જોખમનો સામનો કરી રહી છે, શક્ય છે કે ડીસેમ્બર આવતા સુધીમાં તેમની બેલેન્સસીટમાં વધુ ગાબડા પડે.

આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે ફાઈઝર અને મોડર્નાએ ૪૦,૦૦૦ પેસન્ટ પર સેમ્પલ ટ્રાયલ કરીને અનુક્રમે ૯૦ ટકા અને ૯૪.૫ ટકાની અસરકારકતા સાથે કોરોના વાયરસની રસીની શોધ પૂર્ણ કરી લીધી છે. શક્યતા એવી છે કે બન્ને કંપનીઓ આ વર્ષે અંદાજે ૭૦૦ લાખ ડોઝ તૈયાર કરીને આગામી વર્ષે ૧.૩ અબજ ડોઝ બજારમાં ઉતારશે. એક વ્યક્તિ દીઠ બે ડોઝ આપવાના રહેશે, ટૂંકમાં આખા જગતના પ્રત્યેક ૧૫ વ્યક્તિ દીઠ અંદાજે ૧ વ્યક્તિને આ દવા આપવી આવશ્યક રહેશે. નવી ટેકનોલોજીનો અમલ એટલે કે ઝડપી અને અસરકારક ઉપયોગ, પણ આવા જેનરિક કોડીંગનો ઉપયોગ અગાઉ ક્યારેય નથી થયો.

છેલ્લા એક મહિનાથી તો અમેરિકન ચૂંટણીએ ટ્રેડરોની ચિંતાને ચરમસિમાએ પહોચાડી દીધી હતી, પણ હવે ફોરેકસ બજારમાંથી આ સમસ્યા હળવી થઇ છે. ખાસ કરીને એશિયનોને બિડેન ગમ્યા છે. એશિયન સેન્ટ્રલ બેંકોની રાહત પેકેજ આપવાની સાયકલ જરા હળવી થઇ છે. અલબત્ત, ભારત, ચીન, થાઈલેન્ડ ઇન્ડોનેશિયા અને ફિલીપાઈન્સ જેવા દેશની સેન્ટ્રલ બેંકો હજુ સમસ્યામાંથી પૂર્ણ રીતે બહાર નથી આવી. આ બધી બેંકોની નીતિ આગામી સપ્તાહે કેવી રહે છે તે જોવાનું રહેશે. અમે નથી માનતા કે આ પાંચેય દેશો પૂર્ણ રીતે બહાર આવી ગયા હોય. પણ એમ કહી શકાય કે અમેરિકન ડોલર સામે તાજેતરમાં જે કરન્સીએ મજબૂતી મેળવી છે, તે તેની અંતિમ સીમાએ આવીને ઉભી છે.

જો વૌશ્વિક સ્તરે કોરોના મહામારી ફરીથી ઉપાડો લેશે તો, ઉજળું જોવાતું બજારોનું વર્તમાન ભાવી એકએક નકારાત્મક વળાંક લઇ લેશે. હાલમાં કોરોનાના કેસ ૫.૫૦ કરોડ આસપાસ હોવાનું માનવામાં આવે છે. તેમાંથી ૧૩ લાખ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. ઇન્ફેકશન લાગવાનું પ્રમાણ ચેતવણી સૂચક છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળો ઝડપથી આગળ વધી રહ્યો છે, જે ૧૯૧૮મા આવેલા સ્પેનિસ ફ્લુની માફક વાસ્તવિક બીજો હુમલો બની રહેવાનો.       
 
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)