જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી લાઠીયા (મેરાન્યૂઝ.અમદાવાદ): વર્ષ ૨૦૨૦ની મધ્યમાં એટલેકે તા. ૫ જૂનથી ૫ જુલાઈ દરમિયાન સળંગ ત્રણ ગ્રહણ આવે છે, ગ્રહણ એક ખગોળીય ઘટના છે તો જ્યોતિષમાં અશુભ યોગ અને તંત્ર શાસ્ત્રમાં ઘણા વિદ્વાનો સિદ્ધયોગ તરીકે ઓળખે છે.

૧. ચંદ્ર ગ્રહણ :  તા. ૫/૬ જૂન શુક/ શનિવાર જેઠ સુદ ૧૫ વૃશ્ચિક રાશિ, જયેષ્ઠ નક્ષત્ર

૨. સૂર્ય ગ્રહણ : તા.૨૧/૦૬/૨૦૨૦ રવિવાર જેઠ વદ અમાસ, મિથુન રાશિ, મૃગશીર્ષ / આદ્રા નક્ષત્ર

૩. ચંદ્ર ગ્રહણ :  તા. ૫/૦૭/૨૦૨૦ રવિવાર અષાઢ સુદ ૧૫, ધન રાશિ, પૂ ષા નક્ષત્ર

એશિયામાં દેખાશે નહીં

ગ્રહણના અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ એશિયા ખંડ અને દુનિયાના  શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે,  રાજકીય પક્ષોમાં સ્થિતિ અરાજકતાવાળી જોવા મળે, સરહદ પર સ્થિતિ તંગ બની શકે છે, પ્રજા શારીરિક અને માનસિક રીતે થાકેલા કે ઉત્સાહહીનવાળા જોવા મળે, ગરમી અને વરસાદ પર પણ અનિશ્ચિતતા વરતાય પણ ગંભીર સ્થિતિ બને નહીં, ક્યાંક કુદરતી કે માનવ સર્જિત હોનારતની પણ સંભાવના કહી શકાય.

કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનો ગ્રહણને સિદ્ધ યોગ પણ કહે છે આ દિવસે કરેલા મંત્ર જાપ અને પુણ્યકાળ દરમિયાન કરેલ દાનનો પ્રભાવ ખૂબ છે માટે ગ્રહણ સમય દરમિયાન ઘરમા એક સાફ જગ્યા પર બેસી કોઈપણ મંત્ર જાપ કરવામા આવે તો એક સારું સુરક્ષા કવચ તમારા માટે, પરિવાર માટે, ઘર માટે અને દેશ માટે બની  શકે છે જે હાલની વર્તમાન પરિસ્થિતિ અને સમય અંતરે થતા ગ્રહોના પરિવર્તન દરમિયાન સારી સુરક્ષારૂપ બની જઈ શકે છે.

આ આવનાર ત્રણ ગ્રહણને નકારાત્મક રીતે ના લઈને તેનો સકારાત્મક ઉપયોગ કરી ઘર, પરિવાર, સમાજ, દેશ, દુનિયા માટે શાંતિ, સલામતી અને ઉન્નતિ હેતુ પ્રભુ ભક્તિ કરવાનુ ઉત્તમ કાર્ય ઘરે બેસીને કરીયે અને મન મનોબળ મજબૂત કરીયે.

(સંપૂર્ણ અહેવાલ લેખકના પોતાના વિચાર અને જ્ઞાન પર આધારિત છે)