મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: ગુજરાતનાં સૌથી મોટા જિલ્લા કચ્છના વાગડ પંથકની ધરા શુક્રવારે ફરી ધણધણી ઉઠી હતી. સિસમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજના 05:17વાગ્યાના અરસામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિલોમીટર દૂર નોંધવા પામ્યો હતું.. ભૂકંપનો આંચકો આવતા આજુબાજુના વિસ્તારના લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસમોલોજીના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં કચ્છમાં 16 ભૂકંપના આંચકા આવ્યા છે. સપ્તાહ દરમિયાન આવેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા 1.0 થી 4.0 સુધીની હતી. મોટાભાગના આંચકાઓ કચ્છના રાપર તાલુકાના ગામડાઓ તેમજ ભુજ અને ભચાઉ તાલુકામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ વિનાશક ભૂકંપ આવ્યો હતો. એટલે દર વર્ષે 26મીની આસપાસ આ પ્રકારના આંચકાઑથી અહીંના લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળતો હોય છે.