મેરાન્યૂઝ નેટવર્ક.ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં શનિવારે 20 માર્ચે ભૂકંપના જોરદાર ઝટકાઓથી જમીન હલી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.8 મેગ્નીટ્યૂડ માપવામાં આવી છે. આ જાણકારી જાપાનના નેશનલ સેંટર ફોર સેસ્મોલોજીએ આપી છે. તેમણે કહ્યું કે ભૂકંપને જોતાં તટના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. ભૂકંપના ઝટકા સ્થાનીક સમયાનુસાર 6.09 કલાકે આવ્યા હતા. જેનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં મિયાગી વિસ્તારમાં 60 કિલોમીટર અંદર હતું. ભૂકંપ કેન્દ્ર જેએમએ અનુસાર તેના નજીક એક મીટર ઉંચી સુનામીની લહેર ઉઠી શકે છે.

મિયાગીમાં ભૂકંપના કારણે નુકસાનની પણ કોઈ માહિતી નથી મળી. સ્થાનીક ઓફીશ્યલ વિસ્તારમાં સ્થિત પરમાણું સંયંત્રની હાલત અંગે જાણકારી ભેગી કરાઈ રહી છે. અમેરિકી જિયોલોજિકલ સર્વિસના અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 માપી છે.