મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) આજે સાંજે 4:31 વાગ્યે 6.3ની તિવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની અસર છે ક ભારતની રાજધાની નવી દિલ્હી સુધી અનુભવાયા હતાં. ભૂકંપના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સૌથી વધુ નુકશાન થયું છે. હાલમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક બાળકીનું મોત અને 50 લોકો ઘાયલ થયા છે.

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મીરપૂરથી 15 કિલામીટર દૂર સ્થિત જાટલાનમાં હતું. ભૂકંપના કારણે મીરપૂરમાં રોડ પર મોટી તિરાડો પડી ગઇ છે અને ઘણી ગાડીઓ તેમાં ફસાઇ ગઇ છે. જો કે ભારતના કબજાવાળા કાશ્મીરમાં કોઇ નુકશાન થયું નથી.

ભારતમાં દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના કારણે લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે દિલ્હીમાં કોઇને ઇજા કે નુકશાન થયુ નથી.