મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં ગતરોજ જ કોરોનાના 400 ઉપરાંત કેસ નોંધાયા હતા. ફક્ત અમદાવાદમાં જ 99 કેસ હતા. હાલમાં કોરોનાની વેક્સીનની કામગીરી પણ સટાસટ ચાલી રહી છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેક્સીનને લઈને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી કે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાની એક વેક્સીનનો ડોઝ રૂપિયા 250માં આપવામાં આવશે.

તેમણે જાહેરાત કરતાં કહ્યું કે, વેક્સીન માટે વહીવટી ચાર્જ રૂપિયા 100 રાખવામાં આવ્યો છે જ્યારે વેક્સીનની કિંમત 150 નક્કી કરવામાં આવી છે. જોકે સરકારી હોસ્પિટલ્સમાં તો વેક્સીન વિના મુલ્યે જ મળશે.