મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશ વિશે ટીપ્પણી મામલે સોસીયલ મીડિયામાં થયેલ વાયરલ વીડિયો બાદ આહીર સમાજ તેમજ અનેક હિન્દૂ સંગઠનોના વિરોધ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વલ્લભદાસજીએ સંગઠનોની માંગ સ્વીકારી દ્વારકામાં આવી દ્વારકાધીશની માફી માંગી વિવાદ પર પૂર્ણ વિરામ મુક્યો છે. ઉપરાંત જુનાગઢ ખાતે ધર્મ સંગઠનોની મીટીંગ થઈ હતી. તમામ વિચાર વિમર્શ બાદ આખરે ગત સાંજે જ તમામ સંપ્રદાયોએ આ વિવાદનો અંત લાવવાનું નક્કી કર્યું હતું.

ભગવાન દ્વારકાધીશ વિશે ટીપ્પણી મામલે સોશ્યલ મીડિયામાં થયેલ વાયરલ વીડિયો બાદ આહીર સમાજ તેમજ અનેક હિન્દૂ સંગઠનોના વિરોધ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વલ્લભદાસજી એ સંગઠનોની માંગ સ્વીકારી દ્વારકામાં આવી દ્વારકાધીશની માફી માંગી વિવાદ પર પૂર્ણ વિરામ મુક્યો છે. છેલ્લા 4 દિવસથી સોશ્યલ મીડિયામાં એક વીડિયો કલીપ વાયરલ થયી હતી. જેમાં સ્વામી વલ્લભદાસજી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે ટીપ્પણી કરતા નજરે ચડ્યા હતા. વાસ્તવિક રીતે આ વીડિયો કલીપ કટ કરીને વાયરલ થઈ હતી, છતાં આ મામલે ગુજરાતભરમાં ભારે પ્રત્યાઘાતો પડેલા હોઈ આ મામલો ઉગ્ર બન્યો હતો.

વિવાદ ઉગ્ર બનતા સ્વામી વલ્લભદાસજી દ્વારા સોસીયલ મીડિયા દ્વારા આ મામલે જાહેરમાં માફી પણ માંગી હતી, પરંતુ ખાસ આહીર અને હિન્દૂ સમાજના અન્ય સંગઠનના ભારે વિરોધ બાદ આખરે તેઓ દ્વારકાધીશની માફી માંગી સમગ્ર વિવાદનો અંત લાવવા દ્વારકામાં આવી પહોંચ્યા હતા. આહીર સંગઠનો તેમજ હિન્દૂ સમાજના અન્ય અગ્રણીઓની હાજરીમાં દ્વારકાધીશ ની માફી માંગી આ વિવાદને પૂર્ણવિરામ આપ્યો હતો આ તમામ સંગઠનોની માંગ હતી કે સ્વામી ખુદ દ્વારકા આવી દ્વારકાધીશ ભગવાનની માફી માંગી આ વિવાદને પૂર્ણવિરામ આપે જેથી સંગઠનો ની માંગ અને વ્યાપક વિરોધને પગલે ખુદ સ્વામીજી એ દ્વારકા આવી દ્વારકાધીશની માફી માંગી આ વિવાદને પૂર્ણ વિરામ આપ્યો હતો અને સંગઠનો દ્વારા પણ આ માફીને સ્વીકાર કરી તેમને માફ કરી આ વિવાદને પૂર્ણ કર્યો હતો.