મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રેમ સંબંધને સંસારનું રૂપ આપી નવા જીવનની શરૂઆત કરી ચૂકેલ વરવાળા ગામના યુવાહૈયાઓના એક ઊંચા ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. ઝાડની ઉંચાઈ અને બંને વચ્ચેના મૃતદેહની લટકતી હાલત સંકા ઉપજાવી છે. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો ? જેનો તાગ મેળવવા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.  છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. 

દ્વારકા નજીકના વરવાડા ગામની ભાગોળે પ્રેમી યુગલની સજોડે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. વરવાળા ગામના રબારી ભુરાભાઇ રાયમલભાઇ પરમાર ઉવ ૨૭ નામના યુવાન અને દિપાલીબેન રમેશભાઇ અગ્રાવત ઉવ ૨૧ નામના પ્રેમીઓએ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કરી લઇ વરવાળા છોડી દીધું હતું. નવેક માસ પૂર્વે પ્રેમ લગન કરનાર યુવાહૈયાઓ વરવાળા બહાર રહ્યા બાદ આજે બંનેના મૃતદેહ લીમડાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે દ્વારકા પોલીસ અને દ્વારકા મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટના વાયુ વેગે ફેલાઈ જતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. 

ઘરેથી નાશી ગયા બાદ બંને મોરબી પંથકમા આસરો લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

આજે સવારે બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા બંને પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. બીજી તરફ યુવા હૈયાઓએ આત્મહત્યા કરી છે કે પછી હોનર કિલિંગનો મામલો છે ? તેના વિષે હાલ પોલીસ પણ કશું કહી શકે તેવી હાલતમાં નથી. મોટા લીમડાના ઝાડ પર ચડી આત્માહત્યા કરવા પાછળ હાલ દેખીતું કારણ સામે આવ્યું નથી. જો યુગલને આત્મહત્યા જ કરવી હોય તો અહી આવીને શું કામ કરે ? એ પણ પ્રશ્ન છે. વળી બંનેની લટકાતી હાલત પણ સંકા ઉપજાવે તેવી છે ત્યારે પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડી પીએમ કરાવવા અને બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો ? તેની કડીઓ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.