મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ખંભાળિયાના મોવાણ ગામના ઉદ્યોગપતિ ભીખુભાઇ ગોજીયાના દિકરાના રિસેપ્શનમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. 

ગોજીયા પરિવારના દિકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના તાલ સાથે રાસ લેવામાં જામનગરના સાંસદ પુનમ માડમ પણ પણ માસ્ક વિના રાસ રમતા અને સ્ટેજ પર ઉભા નજરે પડ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સાંસદ જ ખુદ માસ્ક વગર જોવા મળ્યા હતા. રિસેપ્શનમાં ગીતા રબારીના તાલ પર પૈસાનો વરસાદ થયો હતો. કાર્યક્રમમાં ઉમટી પડેલા મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળ્યો થતો જોવા મળ્યો હતો. મોવાણ ગામે યોજાયેલ લગ્નમાં કોવિડના નિયમો અને કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.