મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌ: ઓક્ટોબર માં એક પછી એક ઉત્સવ આવે છે. અહીં નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દીપાવલી જેવા મુખ્ય તહેવારો છે. દુર્ગાપૂજાથી રામલીલા સુધી આયોજન થાય છે. આ વખતે કોરોના વાયરસને કારણે તહેવારો અને ઇવેન્ટ્સ અંગે કડકાઈ છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશની યોગી સરકારે બે મોટા આયોજન દુર્ગાપૂજા અને રામલીલાને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વખતે જાહેરમાં દુર્ગાપૂજાના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે રામલીલાના મંચ અંગેના નિયમો બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે રામલીલાનું મંચ એ એક પ્રાચીન પરંપરા છે. પરંપરા અનુસાર, રામલીલા ઘણા દાયકાઓથી થઈ રહી છે. આ કિસ્સામાં, આ વખતે પરંપરા તૂટે નહિ, તેથી રામલીલાના મંચને છૂટ આપવામાં આવી છે, પરંતુ આ માટે કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરવામાં આવી છે.

રામલીલા મંચ દરમિયાન આ નિયમો 
સીએમ યોગીએ કહ્યું કે 100 થી વધુ દર્શકો રામલીલા સ્થળોએ એકઠા થઈ શકશે નહીં. રામલીલા જોનારા દર્શકોએ સામાજિક અંતરને અનુસરવું પડશે. આ ઉપરાંત રામલીલા સ્થળ પર અને  દરેક લોકોને સેનેટાઈઝ કરવાના રહેશે. દરેકના ચહેરા પર માસ્ક રાખવો જરૂરી રહેશે.


 

 

 

 

 

નહિ લાગે પંડાલ, ઘરોમાં પ્રતિમા રાખી શકશે

તે જ સમયે, દુર્ગાપૂજા માટે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમએ કહ્યું કે આ વખતે કોઈને પણ દુર્ગાપૂજા દરમિયાન શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકો તેમના ઘરોમાં મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરી શકે છે. દુર્ગાપૂજાના જાહેર પંડાલો પર એટલા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કે ભીડ એકત્રીત ન થાય .

મેળા પર પ્રતિબંધ 
દર વર્ષે દુર્ગાપૂજા દરમિયાન અને દશેરા પર મેળો યોજવામાં આવે છે પરંતુ આ વખતે મેળો નહીં ભરાય. મુખ્યમંત્રીએ કહ્યું કે જો મેળો યોજાય તો લોકોની ભીડ રહેશે અને આવી સ્થિતિમાં કોરોના વાયરસ ફેલાવાનું જોખમ પણ વધશે, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બેન્ડ, બાજા, લગ્નને મંજૂરી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે લગ્નની મોસમ આવી રહી છે એવા માં  બેન્ડ, બાજા,અને રોડ લાઈટની મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ લગ્નમાં પણ સામાજિક અંતરને અનુસરવું જરૂરી રહેશે. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે કાર્યક્રમોમાં 100 કરતા વધારે લોકો ભાગ લઈ શકશે નહીં.