મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ તમિલનાડુમાં એક બેઠક દરમિયાન પંચાયત નેતાને જમીન પર બેસાડવાનો મામલો સામે આવ્યો છે. એક તસવીર સામે આવી છે, જેમાં એક પંચાયત મંત્રી બેઠકમાં જમીન પર બેસેલી દેખાય છે અને અન્ય લોકો ખુરશી પર બેસેલા છે. આ તસવીર સામે આવતા જ લોકોમાં આક્રોશ છે અને આ તસવીરે આપણી વચ્ચે ભેદભાવપૂર્ણ પ્રથાઓને ફરી ઉજાગર કરી દેતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટના તમિલનાડુના કુડ્ડાલોરની છે. કુડ્ડાલોર જિલ્લાના કલેક્ટરે બાબત સામે આવતા જ પંચાયત સચિવને સસ્પેન્ડ કરી દીધા છે અને બનાવની તપાસ કરવાના આદેશ આપી દીધા છે.

તસવીરમાં જમીન પર બેસેલી મહિલા થેરકુ થિત્તી ગામની (Therku Thittai village) પંચાયતની અધ્યક્ષ છે.  તે દ્રવિડ સમુદાયની છે જે અનુસૂચિત જાતિ છે. આ પદ પર તેમની ચૂંટણી ગત વર્ષે થઈ હતી. મહિલા નેતાએ કહ્યું, મારી જાતિને કારણે ઉપાધ્યક્ષે મને બેઠકની અધ્યક્ષતા ન કરવા દીધી, એટલું જ નહીં તેમણે મને ઝંડો પણ ન ફરકાવવા દીધો. તેમને પોતાના પિતા પાસે આ કામ કરાવ્યું. જોકે હું ઉચ્ચ જાતિઓ સાથે હંમેશા સહયોગ કરું છું.