મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં બીએમસીએ અભિનેતા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનના સામે ફરિયાદ દાખલ કરાવી છે. સોહેલ સામે કલમ 188 અને 269ના અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ કેસમાં કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનથી જોડાયેલા છે. એફઆઈઆર સોહેલ ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના દિકરા સામે ફાઈલ કરાઈ છે.

સોહેલ ખાન, અરબાઝ ખાન સહિત ત્રણ સામે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કર્યો છે. ત્રણેય પર આરોપ છે કે 25 ડિસેમ્બરે દુબઈથી આવ્યા હતા. ત્યારે તેમણે હોટલમાં ક્વોરંટાઈન રહેવા માટે કહ્યું હતું પરંતુ તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા.

બીજી બાજુ ડ્રગ્સ કેસમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી શ્વેતા કુમારીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક્ટ્રેસ શ્વેતા કુમારીને પકડી પાડી છે. શ્વેતાકુમારી સાથે દિવસભર પુછપરછ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી છે.