મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મૂઃ જમ્મૂ સંભાગના અરનિયા સેક્ટરમાં સોમવાર સવારે એક ડ્રોન જોવા મળ્યું હતું. જેની માહિતી પર પોલીસ અને બીએસએફની ટીમ તપાસ અભિયાન ચલાવી રહી છે. અત્યાર સુધી કશું મળી આવ્યું નથી. એક અધિકારીએ કહ્યું કે સવારે અંદાજે 5.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય સીમા પાસે અરનિયા સેક્ટરમાં સૈનિકોના ગ્રુપ દ્વારા આકાશમાં લાલ અને પીળા રંગનો પ્રકાશ જોવા મળ્યો હતો. જેને તેમમે નિશાન બનાવતા 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જે પછી ડ્રોન પાકિસ્તાન તરફ જતું રહ્યું હતું.

આપને અહીં જણાવી દઈએ કે નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી) પર સુરક્ષાદળોની ચપળતાથી ઘૂસણખોરીમાં નાકામ પાકિસ્તાન ડ્રોનનો સહારો લઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા પકડાયેલા આતંકીઓનો પ્લાન પણ ડ્રોનથી હથિયારો બોર્ડર ક્રોસ કરાવવાનો હતો. જમ્મૂ કશ્મીરથી લઈ પંજાબ સુધી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્નો કરતું રહે છે. અનુચ્છેદ 370 હટાવવા અને ખાસ કરીને આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા સીઝફાયર સમજુતી પથી ડ્રોનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે ઘાટીમાં શાંતિથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. તેના ચાલતા સીમા પારથી આતંકી વારદાતોને અંજામ આપવા અને આતંકીઓ સુધી હથિયાર પહોંચાડવા માટે ડ્રોનનો ટેકો લેવામાં આવી રહ્યો છે.