મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એક ડ્રોન વડે નજીક જઈને જ્વાળામુખીના વીડિયોને કેપ્ચર કર્યો છે. શુક્રવારની રાત્રે આઈસલેન્ડની રાજધાની રેકજાવિક પાસે એક આકાશી રોશની ચમકી રહી હતી. ફેગ્રેડલ્સફઝલ (Fagradalsfjal) જ્વાળામુખી વિસ્ફોટમાં જમીનથી બહાર લાલ લાવા નીકળી રહ્યો હતો. CNET અનુસાર, આ એક વિસ્ફોટ હતો જે આઈસ્લેન્ડર્સ ઘણા સપ્તાહોથી આશા કરી રહ્યા હતા. આનાથી કોઈને ઈજા કે નુકસાન થયું નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપી વાયરલ થઈ રહ્યો છે.

Bjorn Steinbekk, જે પોતાના યુટ્યૂબ ચેનલ પર ડ્રોન વાળો એક માણસ તરીકે પોતાને જાહેર કરે છે, તે પોતાના ડ્રોનને Fagradalsfjallના ખુબ નજીકથી ઉડાવીને લાલ લાવા કાઢી રહેલા જ્વાળામુખીના આશ્ચર્યજનક દૃશ્યને કેદ કરવામાં સફળ થયા હતા.

આ વિસ્તારમાં જ્વાલામુખીય વિસ્ફોટને વિનાશકારી વિસ્ફોટોના રૂપમાં જાણિતો છે, જ્યાં લાવા જમીનથી સતત બહાર નીકળતો આવતો હોય છે. વિસ્ફોટ થયા પછી રખ્યાનું વાદળ બની જાય છે.


 

 

 

 

 

તેમણે ફેસબુક પર ફૂટેજ શેર કર્યા હતા, જ્યાં તેને લગભગ 6000 થી વધુ વાર શેર કરાયો અને હજારથી વધુ પ્રતિક્રિયાઓ આવી. એક યુઝરે લખ્યું કે અમેઝીંગ, શેર કરવા માટે ધન્યવાદ તો બીજાએ લખ્યું કે શું શાનદાર ડ્રોન છે. ખરેખર મજા પડી ગઈ.

IMOના અનુસાર, Krysuvik જ્વાળામુખી પ્રણાલી ગત 900 વર્ષોથી નિષ્ક્રિય છે, જ્યારે રેક્જેન્સ પ્રાયદ્વીપ પર અંતિમ વિસ્ફોટ લગભગ 800 વર્ષ એટલે 1240 થયો હતો. આઈસલેન્ડમાં 32 જ્વાળામુખીય પ્રણાલિઓ હાલમાં સક્રિય માનવામાં આવે છે. જે યુરોપમાંથી સૌથી વધુ સંખ્યા છે. દેશમાં સરેરાશ દર પાંચ વર્ષમાં વિસ્ફોટ થયો છે.