મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત-ચીનના વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં બનેલી ઘટના દેશ ભૂલ્યો નથી. સ્થિતિ એટલી ગંભીર હતી કે 15 જુને બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ અને તેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા. જે પછી દેશ ચીનીઓના બહિશ્કારથી લઈને વિવિધ પ્રકારના પ્રદર્શનો અને સોશિયલ મીડિયા પર ચાઈનાનો બોયકોટ કરવા લાગ્યા હતા. હાલમાં જ એક નાનકડા પગલા રૂપે ભારત સરકારે 59 ચીની એપ્સને બેન કરી દીધી જેને પગલે સોશિયલ મીડિયાની જનતા ખુબ ખુશ થઈ છે. આવા સંજોગોમાં ચીની ટ્વીટર યૂઝર @ChinaJingXiએ ચીની સેનાની ડ્રાઈવિંગ સ્કીલનો એક વીડિયો શેર કર્યો બસ પછી તો ભારતીયોએ પોતાના દેશી ડ્રાઈવર્સ અને તેમના અદભૂત કરતબોના ભરીભરીને વીડિયોઝ નાખ્યા છે. અહીં તેવા કેટલાક વીડિયો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

1. પહેલા જોઈએ ચીની સૈન્યનો ડ્રાઈવીંગ સ્કીલનો વીડિયો

2. ભારતીય ઓટો ડ્રાઈવર કે જે બે વ્હીલ પર રિક્ષાને દોડાવે છે તેનો વીડિયો અહીં એક યૂઝરે શેર કર્યો છે અને તે સાથે રિપ્લાયમાં એક સુસ્મિતા સિન્હા પીકે નામના યૂઝરો પણ વીડિયો દેખાય છે જેમાં ચાલુ રિક્ષાએ એક વ્યક્તિ રિક્ષાનું ટાયર ચેન્જ કરે છે.

3. સ્ટિયરિંગ પકડ તો બે મીનિટ, તેવા પ્રકારની કમેન્ટ સાથે એક ટ્રેક્ટર ચાલકનો અદભૂત વીડિયો શેર કર્યો

4. એક શેખર સિંહ નામના યૂઝરે રિપ્લાયમાં અમ્બેસેડર કારથી થતાં સ્ટંટનો વીડિયો મુક્યો અને લખ્યું કે, આવું તો અમારા ત્યાં સિક્યૂરિટી વાળા અમ્બેસેડર કારથી કરી લે છે.

5. હેમાન સોની નામના એક યૂઝરે તો એક વૃદ્ધ બાઈક ચાલકનો વીડિયો શેર કર્યો જેમાં તે વૃદ્ધ બાઈક પર ચોંકાવનારા કરતબો કરે છે.

6. લોન વુલ્ફ નામના યૂઝરે ભારતીય મોતના કુવાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું છે કે તમે ક્યારેય ભારતીય મોતના કુવા અંગે સાંભળ્યું છે. આ જુઓ આ તો સામાન્ય માણછો છે, તમને અંદાજ આવશે કે ભારતીય આર્મી તો શું શું કરી શકે છે... જય હિન્દ