મેરાન્યૂઝ નેટવર્ક.પથાનામથિટ્ટા (કેરળ): કેરળના પથાનામથિટ્ટાના જાણિતા માર થોમા ચર્ચના પ્રમુખ ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનનું રવિવારે નિધન થઈ ગયું હતું. તે 90 વર્ષના હતા. તેમને ઉંમર સંબંધિત બીમારીઓના કારણે એક સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાને તેમના શોક સંદેશમાં, "ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટન એક સમૃદ્ધ અને નોંધનીય વ્યક્તિત્વ હતા, જેમણે જીવનભર માનવતાની સેવા કરી હતી. ગરીબ અને દલિત લોકોના જીવનમાં સુધારો કરવા માટે સખત મહેનત કરી હતી. લોકો તેમના પ્રત્યે ઘણી સહાનુભૂતિ, નમ્રતા અને આદરની ભાવના ધરાવતા હતા. તેમના ઉમદા આદર્શો હંમેશા યાદ રહેશે. નમ્ર શ્રદ્ધાંજલિ .. "

પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે થોડા મહિના પહેલા તેમને 90 મા જન્મદિવસની ઉજવણીમાં સંબોધન કરવાની તક મળી. પીએમએ તેમની એક વીડિયો ક્લિપ પણ શેર કરી છે. ત્યારબાદ વડાપ્રધાને લાંબા જીવન અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે અભિનંદન આપીને ડૉ.જોસેફના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી. વડા પ્રધાને કહ્યું કે ડૉ. જોસેફ માર થોમાએ આપણા સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ ખાસ કરીને ગરીબીમાં ઘટાડો અને મહિલા સશક્તિકરણ માટે ઉત્સાહી હતા.