મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ધર્મની પક્કડ માત્ર અશિક્ષીત લોકો ઉપર હોય છે તેવું નથી પણ ખરેખર હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં જ ચાલતા ઢોંગી નિત્યાનંદ બાબાના આશ્રમ માટે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફ ખુદ પોતે નિત્યાનંદના અંધ ભકત હોવાની હકિકત બહાર આવી છે, અને ખુદ ડીપીએસ સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમ માટે જમીન આપવામાં આવી હોવાનું ફલીત થયું છે. હવે પગ નીચે રેલો આવતા સ્કૂલે આશ્રમને લીઝ ઉપર જમીન આપી હોવાનો દાવો કર્યો છે, પણ સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોથી મંજુલા શ્રોફ પોતે બાબાના અનુયાયી થઈ ગયા હોવાને કારણે આશ્રમને જમીન દાનમાં આપી દીધી છે.

સ્કૂલ દાવો કરે છે કે ડીપીએસ સ્કૂલ અને આશ્રમ વચ્ચે કોઈ સંબંધ નથી પણ સ્કૂલના તમામ બાળકો અને શિક્ષકો જાણે છે કે મંજુલા શ્રોફ પોતે જ આશ્રમમાં નિયમિત આવતા હતા અને ડીપીએસ સ્કૂલના બાળકોને આશ્રમમાં મોકલવામાં આવતા હતા. એક તરફ દેશની મોટી શિક્ષણ સંસ્થા હોવાનો દાવો કરતી ડીપીએસ સ્કૂલના બાળકોને ધર્મના નામે અધંશ્ર્ધ્ધાના પાઠ ભણાવવામાં આવતા હતા. આમ ખુદ મંજુલા શ્રોફ્ર પોતે નિત્યાનંદ આશ્રમનો હિસ્સો હોવાને કારણે આશ્રમની પ્રવૃત્તી ઉપર ઠાંકપીછડો કરવાનો પ્રયાસ સ્કૂલના પ્રિન્સીપાલ પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તી વધારવાની જવાબદારી મંજુલા પુજા શ્રોફની હતી અને તેમની સાથે અન્ય સ્વૈચ્છીક સંસ્થા ચલાવતી અમિતાભ શાહ નામની વ્યકિત પણ નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તી વધારવાની કામગીરી કરતી હતી. મંજુલા શ્રોફ અને અમિતાભ શાહ સાથે કરતા હતા અમદાવાદમાં આવેલી અંધજન મંડળના વિધ્યાર્થીઓ ત્રીજી આંખે જોઈ શકે તેવા દાવો કરતા આશ્રમના આ કાર્યક્રમને લઈ મંજુલા શ્રોફ અને અમિતાભ શાહ અંધજન મંડળમાં જતા હોવાની જાણકારી મંડળ દ્વારા આપવામાં આવી છે. આશ્ચર્ય તે બાબતનું છે કે એક શાળા પોતાના કેમ્પસમાં એક આશ્રમને જગ્યા ફાળવે અને જયાં સગીર યુવતીઓને ગોંધી રાખવાની ફરિયાદ થાય ત્યાર બાદ પણ શાળા યુવતીની મદદ કરવાને બદલે બાબાઓને મદદ કરે છે.