મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની મેલેનિયા ટ્રમ્પ સહિત ક્વોરંટાઈન થઈ ગયા છે. તેઓ પણ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. તેમના એક નજીકના સલાહકાર હોપ હિક્સના કોરોના પોઝિટિવ આવ્યા પછી રાષ્ટ્રપતિને પણ કોરોના પોઝિટિવ હોવાની શંકા હતી. હોપના પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પ દંપત્તિએ ગુરુવારે મોડી રાત્રે ટેસ્ટ કરાવ્યો છે. ટ્રમ્પે ગુરુવારની મોડી રાત્રે કહ્યું કે ક્વોરંટાઈનાં જઈશું કારણ કે તેમના એક સલાહકાર પોઝિટિવ આવ્યા છે. જ્યારે ટ્રમ્પે આજે કહ્યું કે, આજે રાત્રે હું અને પત્ની મેલેનિયા કોરોના પોઝિટિવ થયા છે. 

અગાઉ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે ટ્વીટ કર્યું, હોપ હિક્સ જે એક નાના અમથા બ્રેક વગર આટલી મહેનત કરી રહ્યા છે, તેઓ હમણા હમણા જ કોરોના પોઝિટિવ આવી છે. ભયાનક! અને દુખદાયી. ફર્સ્ટ લેડી અને મેં ટેસ્ટ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જોકે આ દરમિયાન અમે લોકો ક્વોરંટાઈન થવા જઈ રહ્યા છે.

આજે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે તે અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે હોપ આ દિવસો દરમિયાન ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોપ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના વિમાન એરફોર્સ વનમાં પણ સફર કરી રહી હતી. આ કારણે ટ્રમ્પ અને મેલેનિયાએ કોરોના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવતા પોતાને ક્વોરંટાઈન કરી લીધા છે.