મેરાન્યૂઝ નેટવર્ક.વૉશિંગટનઃ અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 22 સપ્ટેમ્બરે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઉડી મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. હા, વાઈટ હાઉસે રવિવારે મોડી રાત્રે આ બાબતની પૃષ્ટી કરી છે. આ કાર્યક્રમ ઐતિહાસિક હશે કારણ કે ઈતિબાસમાં પહેલી વાર છે કે જ્યારે ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકો દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતા એક સાથે સંબોધિત કરશે. બીજી તરફ મોદી અને ટ્રમ્પની આ જુગલબંધી પડોશી દેશ પાકિસ્તાન માટે એક ઝટકા સમાન છે, જે કશ્મીરને લઈને અમેરિકી રાષ્ટ્રપતિની મધ્યસ્થતાની માળા ફેરવી રહ્યું છે.

હ્યૂસ્ટનના અનઆરજી સ્ટેડિયમમાં થનાર આ મેગા ઈવેન્ટમાં 50 હજારથી વધુ ઈંડો અમેરિકન લોકોના આવવાની શક્યતા છે. આટલા રજિસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ચુક્યા છે. તેના સંબંધમાં વાઈટ હાઉસની મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન જાહેર કર્યું છે. તેમમે કહ્યું કે, મોદી અને ટ્રમ્પની આ જોઈન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂતી આપવાની મુખ્ય તક હશે. વાઈટ હાઉસએ કહ્યું કે પીએમ ઓફીસની તરફથી તેના માટે આમંત્રણ અપાયું હતું.

વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વીટ કરીને અમેરિકી રાષ્ટ્રપતિના 22મીએ કાર્યક્રમમાં શામેલ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિનો આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે ખાસ દોસ્તીનો સંકેત છે. પીએમએ ટ્વીટ કર્યું કે હ્યૂસ્ટનમાં મારી સાથે અમેરિકી રાષ્ટ્રપતિની હાજરી અમેરિકી સમાજ અને અર્થ વ્યવસ્થામાં ભારતીય સમુદાયના યોગદાનને માન્યતા આપે છે. તેમમે કહ્યું કે 22મીએ હ્યૂસ્ટનમાં આયોજિત કમ્યુનિટી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હશે, તેથી હું ઘણો ખુશ છું. ભારતીય સમુદાયના કાર્યક્રમમાં શામેલ થવા માટે હું અત્યંત ઉત્સાહીત છું.

આવું પહેલી વખત હશે કે યુએસમાં કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ એક સાથે હજારો ઈંડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. યુએસમાં ભારતીય રાજદૂત હર્ષ વર્ધનએ આ ઈવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ કહી છે. આપને જણાવી દઈએ કે હાઉડી શબ્દ અંગ્રેજીના હાઉ ડૂ યૂ ડૂનું શોર્ટ ફોર્મ છે સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ઘણો પ્રચલીત છે.