મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 900 અબજ ડોલરના કોવિડ -19 રાહત બિલ પર હસ્તાક્ષર કર્યા. વ્હાઇટ હાઉસે કહી આ વાત . આ બિલ એવા લોકોને મદદ કરશે કે જેમણે અમેરિકામાં કોરોનાવાયરસને કારણે નોકરી ગુમાવી હતી. એક સપ્તાહના વિલંબ અને ચારે તરફથી દબાણ બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું હતું. આ પેકેજ, જે કોરોનો વાયરસ રોગચાળાથી ઝડપી રાહત પૂરી પાડે છે, ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા ભારે ખર્ચના બિલનો એક ભાગ છે.
નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કોરોના વાયરસ રોગચાળાની સૌથી વધુ અસર જોવા મળી છે. કોરોનાના મોટી સંખ્યામાં લોકોના મોત ઉપરાંત અમેરિકન અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન થયું છે. ઘણા લોકોની નોકરી ગુમાવી છે. આ બિલ બેરોજગાર અને જરૂરીયાતમંદોને મદદ માટે લાવવામાં આવ્યું હતું.
વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને વાયરસના કારણે 17.57 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુ.એસ.માં સૌથી વધુ 1.89 કરોડ કોવીડ -19 કેસ નોંધાયા છે. તેમજ ત્રણ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.