મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને લઈને ફાધર ઓફ ઈન્ડિયાના નિવેદનને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઔવૈસીએ નિશાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દૂર દૂર સુધી ફાધર ઓફ ઈન્ડિયા નથી. ઔવૈસીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એક અભણ (goth) છે અને વધુ ભણ્યા-ગણ્યા પણ નથી. ના તો તેમને હિન્દુસ્તાન અંગે કાંઈ ખબર છે અને ના મહાત્મા ગાંધી અંગે કાંઈ. ટ્રમ્પને દુનિયા અંગે કાંઈ ખબર નથી.

ઔવૈસીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદીને ફાધર ઓફ ધ નેશન કહ્યા છે. ટ્રમ્પ જંગલી છે અને અજ્ઞાની છે. ગાંધી અને મોદીની તુલના જ ન થઈ શકે. મોદી ક્યારેય પણ ફાધર ઓફ ધ નેશન ન હોઈ શકે. જો ટ્રમ્પને ખબર હોત તો આ રીતે જુમલેબાજી ન કરતાં. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનો ખિતાબ એટલે અપાયો છે કારણ કે તે હાંસિલ કરાયો હતો. લોકોએ તેમની કુરબાનીને જોઈને ઉપાધી આપી હતી. આ રીતે ખિતાબ અપાતા નથી, હાંસલ કરવામાં આવે છે. પંડિત નહેરુ અને સરદાર પટેલ આ હિન્દુસ્તાનની સિયાસયનાી કદાવર શખ્સિયતો હતી. 

ઔવૈસીએ હૈદરાબાદમાં એક સંવાદદાતા સંમ્મેલનમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીને એલ્વિસ પ્રેસ્લી કહ્યા હતા. તેમાં સત્ય હોઈ શકે છે. એલ્વિસ પ્રેસ્લીના અંગે જે મેં વાંચ્યું છે, સુંદર ગીત ગાતા હતા અને મહેફીલ જમાવતા હતા. અમારા પ્રધાનમંત્રી સારું ભાષણ આપે છે અને ભીડ જમા કરે છે.