મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાઈન હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોથી દેશના પ્રજાજનોનું લોહી ઉકળી ઉઠ્યું છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો પણ હચમચી ઉઠ્યા છે અને સતત તેમના પરિવારજનોના સંપર્કમાં રહી આતંકી હુમલા અંગે શહીદોના પરિવારજનોની અને દેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મોડાસામાં તબીબની ડિગ્રી મેળવી અમેરિકાના વોશિંગ્ટનમાં હોસ્પિટલમાં જોબ કરતા ર્ડો. મહર્ષિ કંદર્પ ગોર નામના યુવાને પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પડે તે માટે આજે વોશિંગ્ટનમાં આવેલી પાકિસ્તાનની એમ્બેસી આગળ દિવસભર ઊભા રહી “પાકિસ્તાન ઇઝ અ ટેરર સ્ટેટ” ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી પાકિસ્તાનને તેનો આઈનો બતાવ્યો હતો  

પુલવામા ખાતે થયેલા હિચકારા હુમલાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. દેશમાં હુમલાના કારણે પાકિસ્તાન સામે રોષ અને આક્રોશ પ્રસર્યો છે. ત્યારે વિદેશોમાં રહેતાં ભારતીયોમાં પણ આ ભાવના સ્વાભાવિક છે. મોડાસાના જ વતની અને અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતાં ડૉ. મહર્ષી કંદર્પભાઈ ગોર પણ વોશિંગ્ટનમાં આવેલી પાકિસ્તાનની એમ્બેસી આગળ પાકિસ્તાન એ આતંકી દેશ છે. એમ લખેલું બેનર લઇ વિરોધ કરવા પહોંચી ગયા હતા. ડૉ. મહર્ષી નાનપણથી જ દેશભક્તિનાં રંગે રંગાયેલા છે અને છોટે બાજપાઈના નામથી ઓળખાતા હતા.