જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ) : વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક પાર્ટી પોતાની રાજકીય રમત આગળ વધારી રહી છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય લોકોને ત્રીજો વિકલ્પ મળ્યો છે. આપમાં અત્યાર સુધી અનેક નામાંકિત ચહેરા જોડાઈ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક એન્ટ્રી આપમાં થઈ છે.

Advertisement


 

 

 

 

 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની પકડ મજબૂત કરવા માટે ગામે ગામે જઈને જનસંવેદના મુલાકાત કરી લોકસંપર્ક કરી રહી છે. અત્યાર સુધી અનેક લોકો આપથી પ્રભાવિત થઈને ઝાડુ પકડી ચૂક્યા છે. તેવામાં રવિવારે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા તથા પ્રદેશ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાય દ્વારા ડો. મિતાલી વસાવડા અને અમિત વસાવડાએ આપનો ખેસ ધારણ કર્યો હતો.

 

કોરોનાકાળ દરમિયાન  ડો. મિતાલી ન્યુઝ ડિબેટમાં અવાર-નવાર નજરે પડતાં હતા. ડો. મિતાલી વસાવડા એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન તથા સમાજસેવી છે. તેમણે યુકેથી અનુસ્નાતકની ડિગ્રી લઈને હાલમાં અમદાવાદ ખાતે સમાજસેવાલક્ષી કાર્યો કર્યા હતા. તેમજ અમિત વસાવડા સ્પીપા તથા એ.એમ.એ., ઈ. ડી.આઈ. જેવી પ્રભાવશાળી સંસ્થા જોડાયેલા રહ્યા છે. ગુડ ગવર્નન્સ સ્પીકર, આઈ.એ.એસ. આઈ.પી.એસ. ટ્રેનર, સ્પીકર તથા લેખક અમિતભાઈ હાઈ ટેક એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ છે. તેમણે દેશ વિદેશમાં કન્સલ્ટન્ટ તરીકે તથા સરકારી ક્ષેત્રે સિનિયર કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.