મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ   સામાન્ય રીતે ટી-બેગનો એકવાર ઉપયોગ કરીને તમે તેને ફેકી દેતા હોવ છો..! પરંતુ શું તમે જાણો છો કે, એકવાર ઉપયોગ કરાયેલી ટી-બેગ તમારા બીજા ઘણા કામમાં આવી શકે છે..? તો આવો જાણીએ તમે આ ટી-બેગને ફરી કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો.

ચામડી માટે ફાયદાકારક...

સામાન્ય રીતે લોકો નથી જાણતા પણ, ચા પત્તીમાં ડેડ સેલ્સ એટલે કે ચામડીના નિર્જીવ કોષો દુર કરવાની ખૂબી પણ હોય છે. તેના માટે તમે એકવાર ઉપયોગમાં લેવાયેલી આ ટી-બેગને હુંફાળા પાણીમાં નાખો અને તેમાં તમારા પગ ડુબાડી રાખો..તેનાથી પગનો દુખાવો તેમજ સોજામાં પણ આરામ મળશે. આ ટી બેગ ચામડી ઉપરના ઓઈલને કંટ્રોલ કરવામાં પણ ઘણી મદદ કરે છે. આથી ઘણા બ્યુટી પ્રોડક્ટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ચમકતા વાળ માટે....

       ટી-બેગને ઉકળતા પાણીમાં નાખ્યા બાદ તેને ઠંડુ કરો...હવે આ પાણીથી ભીંજાયેલા વાળને ધોયા પછી ૧૦ મિનીટ સુધી એમ જ રહેવા દો. જો તમે ઈચ્છો તો તમારા વાળમાં તેનાથી માલીશ પણ કરી શકો છો. આ સાથે જ શેમ્પુ કર્યા હોય તેવા ડેન્રફ ફ્રી, મુલાયમ અને ચમકદાર વાળ બની જશે. આ સાથે ટી-બેગથી આંખોમાં સોજો કે દુખાવામાં પણ આરામ મળે છે.

ફેસ માસ્ક બનાવવા...

       ટી-બેગથી તમે ફેસ માસ્ક પણ બનાવી શકો છો. તેના માટે એકસરખા પ્રમાણમાં બેન્કિંગ સોડા અને ગ્રીન ટીમાં થોડું મધ મેળવી દો. તેનાથી તમારી ત્વચા નિખરવા સાથે જતી રહેલી ચમક પાછી આવશે. જો તમારી પાસે વધારે સમય નથી તો તમે ગરમ ટી બેગના વધારાના પાણીને નીચોવી નાખી તેનાથી થોડીવાર માટે મોઢાની મસાજ કરવાથી તમારો ચહેરો ચમકવા લાગશે.

ફૂલ-છોડમાં ખાતર તરીકે...

       ચા બનાવ્યા પછી ટી-બેગની ફેકી દેવાના બદલે તેને કોઈ એક જગ્યાએ એકઠા કરતા જાવ... જયારે ૧૦-૨૦ ટી-બેગ ભેગી થઇ જાય ત્યારે તેને પાણીમાં નાખી ઉકાળી લો. આ પાણી ઠંડુ થઇ જાય ત્યારે ઘર કે બગીચામાં રહેલા ફૂલછોડના કુંડામાં નાખો. તેનાથી પ્લાન્ટમાં ફૂગ કે ઇન્ફેકશન નહિ થાય. આ સિવાય તમે ટી-બેગને ખોલીને તેની ચા પત્તીનો ઉપયોગ ખાતર માટે પણ કરી શકો છો.

દુર્ગંધ દુર કરી લાવે સુગંધ...

ઘણા લોકોને ઓટ્સ ગમતા નથી.તેમના માટે ઓટ્સ અથવા પાસ્તા બનાવતા પહેલા તેને કેટલાક દિવસ માટે ગ્રીન ટી બેગ સાથે રાખો. આ પછી તેનો રાંધવામાં ઉપયોગ કરવાથી તે ખુબ જ ટેસ્ટી બનવા સાથે તેની સુગંધમાં નવો અનુભવ થાય છે.

ઉપયોગમાં લેવાયેલી ટી બેગને સુકવી નાખી તમારા જુત્તામાં રાખવાથી જુત્તાની દુર્ગંધ પણ દુર થઇ જાય છે. તેના સિવાય ફ્રીજમાં દુર્ગંધ આવે ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ઉપયોગ કરાયેલી ટી બેગને કોઈ બાઉલમાં રાખીને ફ્રીજમાં મુકો. આ ઉપરાંત ડ્રાય ટી બેગને ડસ્ટબીનમાં રાખવાથી પણ તેમાંથી આવતી વાસ દુર થાય છે.

ડ્રાય ટી બેગમાં અરોમા ઓઇલના ટીપાં નાંખી તેને ઘરમાં કયાંક રાખી દેવાથી તે એર ફ્રેશ્નારનું કામ કરે છે. એ જ રીતે નવા ટી બેગમાં બે-ચાર ટીપાં પીપરમિન્ટ અથવા કોઈ સ્ટ્રોંગ અરોમા ઓઇલના ટીપાં નાખી તેને કબાટ, સ્ટડી રેક, વગેરે જગ્યાએ રાખવાથી ઉંદર,મકોડા,કીડી વગેરે જીવાતોના ઉપદ્રવથી રાહત મળે છે.

ટી બેગને લઈને ફરી ઉકાળો.. હવે તે પાણી ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ બારી-બારણા કે તિજોરીના કાચ સાફ કરવા માટે કરવાથી એકદમ ચમક આવી જાય છે.