મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઘણા લોકો પર ગરમીની સિઝનમાં ગુસ્સો અને ચિડિયાપણું હાવી રહે છે અને હવે આ અંગે જાણવા મળી રહ્યું છે કે કેમ આવું થાય છે? પોલેન્ડની એક ટીમે એક સ્ટડી કર્યું જેમાં વધતા તાપમાન અને સ્ટ્રેસ લેવલ વચ્ચે શું સંબંધ છે તે જાણવાના પ્રયત્નો કર્યા, આ એક એવી બાબત છે જેણે વર્ષો સુધી એક્સપર્ટ્સને પરેશાન કર્યા છે.

આ સ્ટડીમાં તે બાબત સામે આવી કે કોર્ટિસોલ જેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવા છે, તેનું સ્તર ઠંડકમાં તો ઓછું રહે છે પણ જેમ જેમ ગરમી વધવા લાગે છે શરીરમાં કોર્ટિસોલનું સ્તર પણ વધવા લાગે છે. તેનાથી આપણા સ્વાસ્થ પર પણ અસર પડે છે કારણ કે કોર્ટિસોલ આપણા શરીરમાં મીઠા, સર્કરા અને તરલ પદાર્થને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

પોજ્નાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સની પેથોફિજિયોલિસ્ટ ડો. ડોમનિકા કનિકોવસ્કા તે સમયે આશ્ચર્યચકિત રહી ગયા જ્યારે તેમણે જોયું કે ગરમીની મોસમમાં શરીરમાં વધુ કોર્ટિસોલ સર્ક્યૂલેટ થઈ રહ્યું છે. તે સ્ટડીના ડેટાનું પહેલું સેમ્પલ ક્રાઈમ સ્ટૈટિસ્ટિક્સથી લેવાયું હતું કે ગુનાનો મોસમ સાથે શું સબંધ છે. આ રિપોર્ટમાં આ વાત સામે આવી કે અપરાધી, ગરમીના મોસમમાં હિંસક ગતિવિધિઓમાં વધુ શામેલ રહે છે.

ઘણી થિયરીઝમાં આ વાતને સાબિત કરવામાં આવી છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે તમારા હૃદયના ધબકારા વધી જાય છે. સાથે જ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને મેટાબોલિક રિએક્શન પણ વધી જાય છે જેનાથી નર્વસ સિસ્ટમની પ્રક્રિયા તેજ થવા લાગે છે.