મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના બોરડીકુવા પાસે રહેતા દિવ્યાંગ દંપતિ ઘર આગળ રોડની સમસ્યાના મામલે છેલ્લા બે વર્ષથી ઝઝુમી રહ્યા હતા. દિવ્યાંગ દંપતીએ નગરપાલિકા, કલેકટર કચેરી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દિવ્યાંગ દંપતિ થાકી ગયા હતા. છેવટે ગુરુવારે મોડાસા ટાઉન હોલ ખાતે યોજાયેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ સમયે આ દિવ્યાંગ દંપતિ જવલંત પ્રવાહી લઈ ટાઉન હોલ ખાતે આત્મ વિલોપન માટે પહોંચતા પોલીસે આત્મવિલોપન કરતા દિવ્યાંગ દંપતીન અટકાવવા જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની સતર્કતાથી મોટી ઘટના ટળી હતી અને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવી દિવ્યાંગ દંપતિની અટક કરી હતી. દિવ્યાંગ દંપતીએ આત્મવિલોપનના પ્રયાસના પડઘા સમગ્ર રાજ્ય અને મોડાસા શહેરમાં પડ્યા હતા અને તંત્ર દોડતું થયું હતું મોડાસા મામલતદારે નગરપાલિકા પાસે અહેવાલ મંગાવી બે દિવસમાં દિવ્યાંગ દંપતીની સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરવામાં આવી છે.

મોડાસાના કડીયાવાડા વિસ્તારમાં એક વિકલાંગ દંપતીને તંત્રની જડતાના કારણે વેદના સહન કરવાનો વારો રહ્યો છે. મોડાસાના કડીયાવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનાથજી મંદિર પાસે રહેતા અલ્પાબેન આસુભાઈ અંજવાણી વિકલાંગતા ધરાવે છે. તેઓ બંને દંપતિ માત્ર ટ્રાયસિકલના સહારે જ હલન ચલન કરી શકે છે. તેમના પાડોશીઓએ રસ્તામાં ચોકડીઓ કરી દેતા અવર જવરમાં તકલીફ પડતા વારંવાર જવાબદાર તંત્રમાં રજૂઆત કરી હતી. તેમ છતાં લાચાર, નિઃસહાય દિવ્યાંગ દંપતિની વેદના તંત્રના બહેરા કાન સુધી અથડાઈ પાછી ફરી રહેતા આ દિવ્યાંગ દંપતિએ ન છુટકે શુક્રવારે મોડાસા ટાઉન હોલ પાસે યોજાયેલ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ ટાણે જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દિવ્યાંગ દંપતિ જવલંત પ્રવાહી લઈને ટાઉન હોલ ખાતે પહોંચતા જ પોલીસે દિવ્યાંગ દંપતિની અટક કરી હતી અને આત્મ વિલોપન ના પ્રયાસનો નિષ્ફળ બનાવ્યો હતો.