મેરાન્યૂઝ નેટવર્ક.દીવ: ગુજરાતના લોકો શરિર અને મનથી થાકે ત્યારે કુદરતના સાનિધ્યનો સહારો  શોધે છે. ગુજરાતના લોકો માટે કેન્દ્ર શાસીત પ્રદેશ દિવ દમણ અને દાદરાનગર હવેલી તેમની પહેલી પસંદગી રહી છે. કેન્દ્ર શાસીત પ્રદેશ કોરોના કાળમાં કોરોનોના કાળા પડછાયાથી દુર રહે તે માટે દિવ દમણ અને દાદરનગરના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલ માર્ચ મહિનાથી સંભવીત પ્રયાસ કર્યા છે. જેમાં તેમના સહયોગમાં  વહિવટી તંત્ર પણ આવ્યુ, જેના પરિણામ સ્વરૂપ  નવ મહિના બાદ દીવ સંપુર્ણ રીતે કોરોના મુકત થયુ છે. હાલની તારીખે દીવની હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી નથી.

કોરોના સામેની લડાઈમાં ખરા અર્થમાં વહિવટી તંત્ર કામ કરી રહ્યુ છે. પણ વહિવટી તંત્રની મર્યાદા એવી છે કે આ મામલે તે પોતાના વખાણ કરી શકતુ નથી, ગુજરાતના પ્રવાસીએ દીવ તરફ જતા હોવાને કારણે દીવના કલેકટર સલોની રોય માટે બહૂ કપરી સ્થિતિ હતી,એક તરફ દીવના સ્થાનિકોને કોરોનોથી બચાવવાના હતા  બીજી તરફ દીવનની બહારથી આવતા પ્રવાસીઓને કારણે દીવમાં કોરોનો ફેલાય નહીં, આ ઉપરાંત દીવનો વેપાર પણ ગુજરાત સાથે સંકળાયેલો હોવાને કારણે અનેક ભયસ્થાન હતા.

આમ છતાં દીવ કલેકટર સલોની રાયે  આરોગ્ય વિભાગની કિલ્લેબંધી કરી દીવને કોરોના મુકત કરવા માટે કામગીરી શરૂ કરી જેના પરિણામ સ્વરૂત  દીવની હોસ્પિટલમાં રહેલા 318 દર્દીઓ સ્વસ્થ થતાં હવે દીવની હોસ્પિટલમાં પણ એક પણ કોરોનોગ્રસ્ત દર્દી નથી. આમ હાલના તબ્બકે સંપુર્ણ દીવ કોરોના મુકત થયુ છે પણ દીવ કોરોના મુકત રહે તે જવાબદારી માત્ર સરકારની નહીં પ્રજાની પણ છે.