પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોઈ પણ ઉત્તમ કામ માત્ર શાસન એકલુ કરી શકે નહીં, જ્યારે પ્રજા શાસનને મદદ કરે નહીં ત્યાં સુધી એક શાસન માટે કોઈ કામ શકય નથી. એક તરફ કોરોના છે બીજી તરફ રોજે રોજ માણસે જીંદગીની લડાઈ પણ લડવાની છે, જીવવા માટે રોજ નહીં તો પણ સપ્તાહમાં એકાદ-બે દીવસ પણ ખરીદી કરવા નિકળવું અનિવાર્ય છે, આ જ સ્થિતિ જ નાજુક  હોય છે જેમાં માણસ ગફલત કરે તો ઘરની ખરીદી સાથે તે  કોરોનાને પણ ઘરે લઈ આવે છે.

અમદાવાદ  સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવી ઘટના ઘટી  છે જેમાં શાકવાળા અને દુકાનવાળા પણ કોરોનોના ભોગ બન્યા અને તેમનું સંક્રમણ અનેક  લોકોને લાગ્યુ છે, પણ ગુજરાત -મહારાષ્ટ્ર વચ્ચે ઘેરાયેલા સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગરના શાસકે લોકડાઉનનો કડક અમલ સહિત સામાન્ય માણસની જીંદગી પણ સરળ ચાલે તેવા તમામ પ્રયાસો કર્યા તેના કારણે આ સંઘ પ્રદેશને કોરોનાની કાળી નજર લાગી નથી, પણ સંઘ પ્રદેશે પોતાના આ પ્રયાસને ફુલ પ્રુફ બનાવવા માટે 500 સ્વંય સેવકોની ફોજ પણ તૈયાર કરી તેમને બજારમાં તૈનાત કરી છે.

આ 500  કોરાના સામેના યોધ્ધાઓ શાકભાજી અને કરીયાણાના બજાર અને એટીએમ મશીનની બહાર  ઉભા રહે છે, શાકભાજી સહિત ખરીદી કરવા આવનાર સોશીયલ ડીસ્ટન્સ રાખે છે કે નહીં  તે જેવોની જવાબદારી તેમને સોંપવામાં આવી છે આ ઉપરાંત તમામ નાના મોટા વેપારી અને એટીએમનો ઉપયોગ કરનાર સેન્ટાઈઝરનો ઉપયોગ કરે  તે ફરજીયાત છે,અત્રે ઉલ્લેખનિય છે સંઘ પ્રદેશ દ્વારા તમામ વ્યકિતઓને માસ્ક અને સેનેટાઈઝર મફત આપવામાં આવ્યા છે.

બજારમાં ખરીદી કરવા નિકળેલી આ સંઘ પ્રદેશની વ્યકિત સંક્રમીત થયા વગર ઘરે સલામત પહોંચે તે જોવાની જવાબદારી આ 500 યોધ્ધાઓ  સંભાળી  રહ્યા  છે.આપણે ત્યાં ગુજરાતમા એવી દુખદ ઘટનાઓ ઘટી છે  જેમાં સેવાકાર્ય કરવા નિકળેલા બદ્દરૂદ્દીન શેખ જેવા નેતા જ  કોરોનાનો ભોગ બન્યા તેમણે પોતાનો જીવ બચાવ્યો, પણ આ રીતે આપણે આપણા  લોકોને કોરોનાથી બચાવી શકીએ જુઓ સંઘ પ્રદેશનો આ વીડિયો