મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: દિશા પટણી સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહે છે, તમે તેના ફેન્સ ફોલોવિંગ પરથી અંદાજ લગાવી શકો છો કે દિશાનો કોઈ પણ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે અને થોડીવારમાં જ તેના વ્યૂ લાખોથી વધુ પહોંચી જાય છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને તેમની ફિલ્મ અને લાઇફસ્ટાઇલ ને લગતી માહિતી આપતી રહે છે. દિશા પટણી ફરી એકવાર તેના ફોટોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ખરેખર વાત એ છે કે દિશા પટણીએ કલાક પહેલા પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે પીળી મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. શેર કર્યાના કલાકમાં જ આ ફોટો ઉપર 7 લાખથી વધુ લાઈક્સ અને 5 હજારથી વધુ કમેન્ટ્સ આવી છે. દિશા પટાણીએ ફોટો શેર કરતાં કેપ્શનમાં જીરાફ ઇમોજી છે.

આ ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને ચાહકો પણ તેની પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. આ સાથે જ  તેની આગામી ફિલ્મ 'રાધે'ના ગીતના શૂટિંગ માટે સેટ પર પહોંચી ગઈ છે અને આ વિશે માહિતી આપતી તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા એક વીડિયો શેર કર્યો છે. દિશા પટણીના તાજેતરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 4 કરોડને વટાવી ગઈ છે. આ વિશે માહિતી આપતી વખતે તેના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો.


 

 

 

 

 
View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટણીના વીડિયોઝ અને ફોટોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. દિશા પટણી છેલ્લે ફિલ્મ 'મલંગ' માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય  કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ મુખ્ય ભૂમિકામાં હતાં. દિશા પટણી ટૂંક સમયમાં સલમાન ખાન સાથેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ' માં જોવા મળશે. તેની ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.