મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત પછીથી જ ફેન્સમાં તેની અંતિમ ફિલ્મ દિલ બેચારામાં તેને ફરી અભિનય કરતો જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. હવે ફેન્સ સામે આવી ગયું છે ફીલ્મનું ટ્રેલર, હાલ આ ટ્રેલ યુટ્યૂબ પર ખુબ ટ્રેન્ડીંગમાં છે. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ સંજના સાંધી મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં એક જગ્યાએ તે બુમ પાડીને કહે છે કે હું ફાઈટર છું પણ હવે આ લાઈનોને પડદા પર બોલનારો આ દુનિયાથી જઈ ચુક્યો છે.

દ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ બુક પર અંગ્રેજી ફિલ્મ પહેલા જ બની ચુકી છે. 16 વર્ષથી 25 વર્ષના ખબર નથી એવા ઘણા યુવાનો તેને જોઈ પણ ચુક્યા છે. અંગ્રેજી વાળી ફિલ્મ છ વર્ષ પહેલા આવી હતી. બુક તેના બે વર્ષ પહેલા આવી હતી. એટલે કે 2012માં રિલીઝ થઈ હતી અને તમામ યુવા પેઢી બુક પર બનેલી હિન્દી ફિલ્મ આઠ વર્ષ પછી આવી રહી છે તો તેમાં સુશાંતના કામને જોવા ઉત્સુક છે. ટ્રેલરમાં સુશાંત એવું પણ કહે છે કે, જન્મ ક્યારે લેવાનો છે અને ક્યારે મરવાનું છે તે આપણે નક્કી નથી કરી શક્તા. પણ કેવી રીતે જીવવાનું છે તે આપણે નક્કી કરી શકીએ છીએ.

જોકે ચાહકોને હવે જાણે સુશાંતના મોંઢેથી નિકળનારા આ ડાયલોગ્સ કાળજુ ચીરી રહ્યા હોય તેવું લાગી રહ્યા છે. કારણ કે સુશાંતના આ ડાયલોગ્સ કાંઈક અલગ સ્થિતિને વાચા આપી રહ્યા છે જ્યારે તેઓની સામે હકીકત કાંઈક બીજી છે. એક થા રાજા, એક થી રાની, દોનો મર ગએ ખત્મ કહાની.