મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: લોકડાઉંન અનલોક થતાની સાથે સરકાર સામે અનેક પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના હજારો શિક્ષકો દ્વારા પગાર ગ્રેડ સહિતની માંગણીઓને લઇને સરકાર સામે ડિજિટલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગેવાનમાં ચાલી રહેલ આંદોલનમાં રાજ્યમાંથી ૬૫ હજારથી વધુ શિક્ષકો ન્યાયની માંગ કરી રહ્યા છે વર્ષ-૨૦૧૦ માં અને તેના પછીના વર્ષમાં ભરતી થયેલ શિક્ષકોનો રૂ.૪૨૦૦/- ગ્રેડ પે ઘટાડીને રૂ.૨૮૦૦/- કરી દેતા શિક્ષકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ડિજિટલ આંદોલનમાં સોશિયલ મીડિયામાં શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સરકારના નિર્ણય સામે અરવલ્લી-સાબરકાંઠાના શિક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
            
રાજ્ય સરકારના જ સરકારી કર્મચારી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા રૂ.૪૨૦૦/  પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે. શિક્ષકો દ્વારા આ અંદોલન કરવાનું મુખ્ય કારણ એ છે કે સરકાર રૂ.૪૨૦૦/ ગ્રેડ પેના બદલે રૂ .૨૮૦૦/- પગાર ગ્રેડ મંજૂર કરે તો શિક્ષકોને હાલના પગારમાં દર મહીને લગભગ 8થી 10 હજારનું નુકશાન ભોગવવું પડે એવી સ્થિતિ છે અને તેથી જ આ શિક્ષકો દિવસે-દિવસે પોતાની માંગને લઇને વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે.ઉપરાંત એચ ટાટ આચાર્યના પ્રમોશન અને બદલી જેવા પ્રશ્નોને કારણે શિક્ષકો કોરોનાની મહામારી વચ્ચે પણ ડિજિટલ સ્વરૂપમાં આંદોલન રૂપે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

૪૨૦૦ ગ્રેડ પે નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની હજાર થી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે.એટલે કે આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.