મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શનિવારે ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે ડીઆઈજીની 36 વર્ષીય પત્ની પુષ્પા પ્રકાશએ સવારે 11:00 વાગ્યે સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં ફાંસી લગાવી દીધી હતી. તાત્કાલિક કેટલાક લોકોની મદદથી લોહિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી .

પુષ્પા પ્રકાશે પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કેમ કરી તે કારણ હજી સ્પષ્ટ નથી થયું. ના તો ત્યાં કોઈ સ્યુસાઇડ નોટ મળી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ડીઆઈજી ઉન્નાવમાં પોસ્ટ પર છે. આ ઉપરાંત હાથરસ જિલ્લાના ચંદપા કોટવાલી વિસ્તારની એક યુવતી પર થયેલા ગેંગરેપ અને મોતની તપાસ માટે રચાયેલ એસઆઈટીમાં ચંદ્ર પ્રકાશ સભ્ય છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]