મેરાન્યૂઝ નેટવર્ક.ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામ પાસે લાંબા સમયથી ચાલતા રેતી તેમજ પથ્થરના ખનન પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં ડેપ્યુટી કલેક્ટર અને તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી ગેરકાયદે પથ્થર ભરેલા ૯ ટ્રક સહિત રૂ ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના રાજપરની નદીમાં ચાલતા પથ્થર ખનન પર ડેપ્યુટી કલેક્ટર બી.કે.દવે,તાલુકા પીએસઆઈ એમ. કે. ઈસરાની સહિત પોલીસ દ્વારા સયુંકત દરોડો પાડતા ખોદકામ કરતા તત્વોમાં નાશભાગ મચી ગઈ હતી.

ત્યારે બનાવ સ્થળેથી ૯ જેટલા ગેરકાયદે પથ્થર ભરેલા ટ્રક સહિત કુલ રૂ.૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા બે દિવસમાં રાજપરની સીમમાં સફેદ માટી અને પથ્થરનો ગેરકાયદે કારોબાર ઝડપાઇ હતી. આમ લાંબા સમયથી રાજગઢ વિસ્તારમાં સફેદ માટી અને પથ્થરનો ગેરકાયદે કારોબાર કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઝડપાયેલા ૯ ટ્રકને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ટ્રકને છોડાવા માટે મોટી સંખ્યામાં આગેવાનો અને ટ્રકના માલીકો રાત્રે તાલુકા પોલીસ દોડી ગયા હતા. હાલ ટ્રકો ને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લઇ જઈ વધુ તપાસ પીએસઆઈ એમ.કે.ઈસરાની કરી રહ્યા છે.