મેરાન્યૂઝ નેટવર્ક.ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધ્રાંગધ્રામાં રમાતો મોટો જુગાર પકડી પાડવામાં આવ્યો છે. આ જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પકડાયો હતો. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં 16 શખ્સો ઝડપાયા હતા

સુરેન્દ્રનગર એલસીબી પી.આઈ ડી.એમ.ઢોલ ની સુચના થી એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે બાલા નાનુભાઈ ભરવાડ રહે.સુરેન્દ્રનગર તથા પિન્ટુ ઉર્ફે જોંટી હીરાભાઈ સુરેલા રહે.સુરેન્દ્રનગર દાળમીલ રોડ, તથા મેહુલ રણછોડભાઈ સિંઘવ રહે. સુરેન્દ્રનગર ખોડીયારપરા વાળાઓ એમ ત્રણેય ભેગા મળી નારણભાઈ ગોવિંદભાઈ પટેલ રહે. ગુજરવદી ગામની સીમમાં અંધારી વાડી તરીકે ઓળખાતી વાડીની ઓરડી પાસે જાહેરમાં બહારથી માણસો બોલાવી ગુદડી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે જગ્યાએ બાતમીના આધારે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) પિન્ટુ ઉર્ફે જોંટી હિરાભાઈ સુરેલા ઉ.વ.૩૪ રહે. સુ.નગર દાળમીલ રોડ, પાંચ હનુમાન પાસે (૨) મેહુલભાઈ રણછોડભાઈ સિંધવ ઉ.વ.૨૭  રહે. સુ.નગર ખોડીયારપરા (૩) ગોપાલ લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.૨૯  રહે. દુધરેજ ફાટક બહાર વોરાનો ડેલો સુ.નગર (૪) ઇમ્તીયાઝ  અબ્દુલભાઈ કુરેશી ઉ.વ.૩૩  રહે. લક્ષ્મીપરા શેરી નં.-૧ સુ.નગર (૫) હુશેન ઉર્ફે પુનો અહેમદભાઈ મમાણી ઉ.વ.૪૨ રહે. વઢવાણ ખારવાની પોળ  હનુમાન પાછળ (૬) વિપુલભાઈ નારાયણભાઈ દલસાણિયા ઉ.વ.૩૭ રહે. ગુજરવાદી ધ્રાંગધ્રા (૭) નારાયણભાઈ ગોવિંદભાઈ દલસાણીયા ઉ.વ.૫૨ રહે. ગુજરવદી (૮) વિજયભાઈ કાળુભાઇ ખરજીયા ઉ.વ.૩૩ રહે. ધ્રાંગધ્રા (૯) ચમનભાઈ ગોવિંદભાઈ ગુજરવદીયા ઉ.વ.૪૯ રહે. ધ્રાંગધ્રા (૧૦) શૈલેશભાઈ રમેશભાઈ મેંઢા ઉ.વ.૪૪ રહે. સુ.નગર (૧૧) હર્ષદભાઈ ગણપતભાઈ ગુજજર ઉ.વ.૨૪ રહે. સુ.નગર (૧૨) દિપકભાઈ સુખાભાઈ કાલીયા ઉ.વ.૪૮ રહે. રાજકોટ કોઠારીયા રોડ, ગુ.હા. ક્વાટર (૧૩) રમેશભાઈ ગંગારામભાઈ સોલંકી ઉ.વ.૪૮ રહે.સુ.નગર સંતકબીર રોડ (૧૪) સંજયભાઈ પ્રભુભાઈ નાકીયા ઉ.વ.૪૨  રહે. રાવળવાસ શેરી, બોટાદ (૧૫) લક્ષ્મણ વાઘજીભાઈ લાંબરીયા ઉ.વ.૨૭ રહે.સુ.નગર (૧૬) પ્રણવ દીલીપભાઈ જાદવ ઉ.વ.૩૫  રહે. ચરમાળીયા સોસા. ધ્રાંગધ્રા વાળાઓ રોકડા રૂ. ૨,૩૪,૫૧૦/- તથા મોબાઈલ નંગ-૧૫ કી.રૂ.૫૧,૦૦૦/- તથા મોટર સાઈકલ કી.રૂ. ૧,૨૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ. ૪,૦૮,૫૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેમજ આરોપી બાલો નાનુભાઈ ભરવાડ રહે. સુ.નગર વાળો હાજર નહી મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધાર હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.