મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં પણ આવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામ ના લોકો જ્યારે ટ્રેક્ટર લઈને નદી પાર કરતા હતા.

તે સમયે પાણીનો પ્રવાહ વધતાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. જે ટેકટર માં ૧૧ લોકો સવાર હતા. તેમાંથી તંત્રને ધ્યાને આવતા તત્કાલીન મામલતદાર એ.એમ.શેરસિયા, ડેપ્યુટી કલેકટર આર્મીના જવાનો સહિત ની ટીમો વાવડી ગામ પાસે આવી પહોંચ્યા હતા.

જેમાંથી આર્મીના જવાનોની મદદથી ત્રણ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ટ્રેક્ટરમાં સવાર ૧૧ લોકો પૈકી ત્રણને બચાવ્યા અને આઠ લોકોની હજુ શોધખોળ ચાલુ છે. ત્યારે તંત્ર દ્વારા સરકાર પાસે એનડીઆરએફ ની ટીમ તથા હેલીકોપ્ટરની મદદ માંગી હતી.

જેથી ફસાયેલા ૮ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવે અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવે તે માટે હાલ તંત્ર ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે ખડે પગે લોકોને બચાવી રહ્યું છે. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે આ વિસ્તારના ફસાયેલા લોકોને જલ્દી બહાર કાઢવામાં આવશે હાલ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગરના બાલંભાના  એક બહેન ને હેલિકોપ્ટર થી એરલીફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.